Ahmedabad: અમદાવાદ જેવા શહેરમાં રોજગારી માટે દેશના જુદા જુદા રાજ્યોના લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે આવતા હોય છે. તેમાં આપણે વાત કરીએ તો હેર સલૂન અને સ્પાના અંદર મોટાભાગે નોર્થ ઉપરાંત સાઉથના લોકો કામ કરતા હોય છે.
અમદાવાદમાં બોડકદેવ માં આવેલા વેસ્ટફેસ સલૂન જે બાગબાન પાર્ટી પ્લોટ પાસે આવેલ છે. ત્યાં જુદા જુદા રાજ્યોની યુવતીઓ કામ કરે છે. જેમાં હૈદરાબાદની એક યુવતી જે કે સલુનમાં છેલ્લા બે મહિનાથી કામ કરતી હતી. તે ઉપરાંત નજીકની પીજી હોસ્ટેલમાં રહેતી હતી. આ સલૂન સંચાલક દ્વારા છેલ્લા બે મહિનાથી જે પગારદાર નક્કી કરવામાં આવે તે પગાર દર આપવામાં આવ્યું નહીં તેના કારણે તે જે પી જી માં રહેતી હતી. તે પી જી માં પણ પૈસા આપવાના બાકી છે જેના કારણે તેઓ ફસાઈ ચૂકેલ છે. આ હેર સલૂન સંચાલક જેઓ તેમના ફોન પણ ઉપાડતા નથી તે ઉપરાંત ફોન સ્વીચ ઓફ કરી દીધેલ છે. છેલ્લા ત્રણ દિવસથી સલૂન બંધ કરીને ભાગી ગયેલ છે.
જુદા જુદા રાજ્યોની આ યુવતીઓની માંગણી છે કે તેમનું પગાર તેમના આપવામાં આવે જેથી તેઓ પોતાના વતન પહોંચી શકે અને તેઓએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરેલ છે અને પોલીસ પ્રશાસન પાસે પણ તેઓ મદદ માગી રહ્યા છે.
વિશાલ ગેલોરીયા અને મિથુન મજેઠીયા જે સલૂન સંચાલક વિશે યુવતીઓ જણાવ્યું કે અમે પગાર માંગતા અમને જવાબ આપ્યું કે જાઓ આત્મહત્યા કરી લો.