Ahmedabad: હાલમાં અમદાવાદ શહેરમાં પર્સિયન બિલાડીઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને પેટ લવર્સને ખૂબ જ આઘાતજનક સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા એક અઠવાડિયા થી અમદાવાદ શહેરમાં બિલાડીઓના બીમાર થવાથી લઈને મૃત્યુના સમાચાર સાંભળવા મળી રહ્યા છે.
સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદ શહેરમાં એક મોટું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના લોકો પોતપોતાની બિલાડીઓને લઈને પહોંચ્યા હતા ત્યારબાદથી બિલાડીઓની બીમારીના કેસ વધી રહ્યા છે. રોજની અમદાવાદ શહેરમાં આશરે 20 થી વધુ બિલાડીઓ મૃત્યુ પામી રહી છે.
જો ગુજરાત રાજ્ય પશુપાલન સંચાલન વિભાગ દ્વારા તપાસ બેસાડવામાં આવે કે આ અમદાવાદ શહેરમાં યોજાયેલ કાર્યક્રમ પહેલા રોજના સરકારી પ્રાઇવેટ દવાખાનામાં બિલાડીઓના કેટલા કેસ આવતા હતા ?
આ કાર્યક્રમ બાદ રોજના સરકારી દવાખાનામાં કેટલા બિલાડીઓના કેસ આવી રહ્યા છે તેની સામે તપાસ કરવામાં આવેલા સમગ્ર મામલો બહાર આવી શકે છે .