Ahmedabad: અમદાવાદના અબુબકર મન્સૂરી નામના એક યુવકે ગર્ભવતી પત્નીને ટોર્ચર પનિશમેન્ટ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે જેની એમસી ફરિયાદ પણ દવાખાનામાં દાખલ થઈ છે અને ગંભીર રીતે માર મારવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો જુઓ.
2017 માં અમદાવાદના એક મેરેજ બ્યુરો દ્વારા મહારાષ્ટ્રના મેરેજ બ્યુરો વચ્ચે એક કરાર થાય છે. એમાં તેઓ એકબીજાને યુવક યુવતીઓના લગ્ન કરાવવાનું કામ કરતા હોય છે. અમદાવાદના અબુ બકર મન્સૂરીને લગ્ન કરવાના હોવાથી મહારાષ્ટ્રના અકોલા ના મેરેજ બ્યુરોમાં છૂટાછેડા થયેલ બે બાળકો ધરાવતી અકોલાની યુવતી તરંનુમ નાઝને પસંદ કરવામાં આવે છે. જ્યારે અમદાવાદના યુવક અબુ બકર મન્સૂરી દ્વારા જણાવવામાં આવે છે કે તેની પત્ની છે અને તેને પેરાલીસીસ થઈ ગયું છે અને તે રાજસ્થાનમાં તેના પિયર પક્ષમાં રહે છે અને તેને તે ફક્ત ખર્ચો પહોંચાડે છે. તેને પત્નીની જરૂર હોવાથી તેને લગ્ન કરવા છે. અને તે બાળકોને પણ રાખશે. તેવું કરાર થાય છે.
ત્યારબાદ મહારાષ્ટ્ર અકોલાની યુવતીના પરિવારજનો અમદાવાદ શહેરમાં આવે છે અને તેમને જમાલપુર શીફા હોસ્પિટલ ની બાજુમાં આવેલી હોટલ કલ્યાણમાં રોકાવવામાં આવે છે.તેમને કહેવામાં આવે છે કે અમે ધાર્મિક વ્યક્તિ છે તમારી દીકરીને સારું રાખીશું તમારી દીકરીને તકલીફ નહીં પડે.અમે વેપારી લોકો છીએ તેમ કહીને સમજાવટ કરવામાં આવે છે પરંતુ યુવક દ્વારા તેના પરિવારજનોને મળવમાં આવતું નથી તેમનું ઘર દેખાડવામાં આવતું નથી. જેના કારણે યુવતીના પરિવારજનો સમર્થ થતાં નથી.
ત્યારબાદ દાનીલીમડાની મહિલા જે મેરેજ બ્યુરો ધરાવે છે. જે મહારાષ્ટ્રના મેરેજ બ્યુરો સાથે સંપર્ક ધરાવે છે તેમના દ્વારા ત્યાં સંપર્ક કરીને યુવતીને સમજાવવામાં આવે છે. ત્યારબાદ યુવક દ્વારા તો યુવતીને ફોન મોકલવામાં આવે છે. ત્યારબાદ યુવતીને પણ યુવક પર વિશ્જાર્વાસ થઈ જાય છે. ત્યારબાદ યુવતીના પરિવારજનો નારાજ હોવા છતાં પણ યુવતી દ્વારા સમજાવટ કરીને યુવતી લગ્ન કરવા માટે તૈયાર થાય છે.
જ્યારે અમદાવાદના યુવક સાથે લગ્ન થાય છે ત્યારે યુવકના પરિવારજનો કોઈપણ હાજર હોતા નથી અને ફક્ત મેરેજ બ્યુરો સંચાલક હાજર હોય છે. યુવતી ના લગ્ન થતાં તેને માનવું પડે છે કે તેના પોતાના મકાનમાં ભાડાના મકાનમાં રાખવામાં આવતું નથી પરંતુ અમદાવાદની મેરેજ બ્યુરો ધરાવતી મહિલાના ઘરે રાખવામાં આવે છે અને તેને કામ કરાવવામાં પણ આવે છે. ફક્ત આ યુવક દ્વારા તેનું શોષણ કરવામાં આવે છે.
હાલમાં 2024 માં સોશિયલ મીડિયા દ્વારા પીડિત યુવતી દ્વારા અમારું સંપર્ક કરવામાં આવે છે.તેના દ્વારા આપવીતી જણાવવામાં આવે છે.તે જણાવે છે કે તે ગર્ભવતી છે તેને તેના પતિ દ્વારા માર મારવામાં આવે છે.અનાજ પાણી ભરણપોષણ આપતો નથી.સાથે સાથે તે યુવતી ભાડાના મકાનમાં રહે છે. ગંભીર માર મારવામાં આવ્યું છે.MC ફરિયાદ દાખલ થઈ છે.
તેના પતી દ્વારા ત્રીજા લગ્ન કરવામાં આવ્યા છે તે તેની ત્રીજી પત્નીને વિડીયો કોલ કરીને તેની સામે મને માર મારી રહયો હોવાનું યુવતી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.