Ahmedabad: journalist Auzef હમણાં સુધી તો લોકો જુદી જુદી બ્રીડના કુતરા રાખવાનું શોખ રાખતા હતા. પરંતુ અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર ઉપરાંત બીજા વિસ્તારોમાં જુદી જુદી પર્સિયન વીદેશી કેટ(બિલાડી)રાખવાના પણ ઘણા લોકો શોખીન છે.
હાલમાં અમદાવાદ શહેરમાં પર્સિયન કેટમાં (બિલાડીઓ)માં મોટા પાયા પર શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. સરકારી દવાખાના હોય કે પછી પ્રાઇવેટ દવાખાના તમામ જગ્યાએ લોકો બિલાડીઓ લઈને આવી રહ્યા છે. જેમાં બિલાડીઓને કાનમાંથી પાણી આવું, મોમાથી ફીણ આવવું તે ઉપરાંત વાયરલ ઇન્ફેક્શન ફાટી નીકળ્યું છે.
જેમાં શહેરમાં મોટાભાગની બિલાડીઓ મૃત્યુ પામવાના પણ સમાચાર આવી રહ્યા છે. જ્યારે બીજા કેટલાક બિલાડીઓ સારવાર દરમિયાન દવાખાનામાં પણ મૃત્યુ પામી રહી છે.
જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો તેનું ખૂબ જ મોટું કારણ બહાર આવી શકે છે કે આ રોગચાળો ક્યાંથી ફાટ્યો?
આ રોગચાળો ફાટયા પાછળનું કારણ જે લોકો બિલાડીઓ રાખવાના શોખીન છે તેઓ પોતે પણ જાણે છે કે આ ચેપ ક્યાંથી આવ્યું છે ?
તમે અમને પણ જણાવી શકો છો કે તમારા બિલાડીઓ ક્યારથી બીમાર થઈ છે ?