SG હાઇવે પર એક યુવતીએ અકસ્માત કર્યો હતો. યુવતીએ જે
વકીલની ગાડીને અકસ્માત કર્યો હતો તે વકીલ સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે યુવતી સામે ગુનો નોંધ્યો હતો. તે સમયે યુંવતી પણ વકીલ સામે પોલીસ ફરિયાદ આપવા માગતી હતી. સરખેજ પોલીસે બંને પક્ષના લોકોની વાત સાંભળીને ક્રોસ ફરિયાદ લઈ રહી હતી. ત્યારે યુંવતી ક્રોસ ફરિયાદ થવાના ભયમાં ફરિયાદ પર સહી કર્યા વગર જતી રહી હતી. બાદમાં યુવતીએ સોશિયલ મીડિયા પર પોલીસ પર આરોપ લગાડતો વીડિયો વાયરલ કર્યો હતો. જે બાબતે પોલીસે મહત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે યુવતીએ કરેલા આક્ષેપ એસ જી હાઇવે પર એક યુવતીએ અકસ્માત કર્યો હતો. યુવતીએ જે વકીલની ગાડીને અકસ્માત કર્યો હતો તે વકીલ સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે યુવતી સામે ગુનો નોંધ્યો હતો. તે સમયે યુવતી પણ વડીલ સામે પોલીસ ફરિયાદ આપવા માગતી હતી. સરખેજ પોલીસે બંને પક્ષના લોકોની વાત સાંભળીને ક્રોસ ફરિયાદ લઈ રહી હતી. ત્યારે યુવતી ક્રોસ ફરિયાદ થવાના ભયમાં ફરિયાદ પર સહી કર્યા વગર જતી રહી હતી. બાદમાં યુવતીએ સોશિયલ મીડિયા પર પોલીસ પર આક્ષેપ કરી વીડિયો વાયરલ કર્યો હતો. જે બાબતે પોલીસે મહત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે યુવતીએ કરેલા આક્ષેપ મુજબ પોલીસ કાર્યવાહી કરી હતી ત્યારે તે ડ્રાફ્ટ ફરિયાદ પર સહી કર્યા વિના જતી રહી હતી. કાર્યવાહી અટકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે તેનો સંપર્ક કરતા તે કમિશનર સાહેબને ફરિયાદ આપશે તેવું તેણે જણાવ્યું હતું અને ત્યારબાદ મહિલા ક્રાઇમ ACP ને તપાસ આપવામાં આવી હતી.
*જુઓ સમગ્ર મામલો*
બોપલ ખાતે રહેતા સિદ્ધરાજસિંહ મકવાણા મકવાણા મેટ્રો કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. તા.14મીએ તે પરિવાર સાથે એસજી હાઇવે પરથી પસાર થતા હતા ત્યારે એક યુવતીએ ગાડી ઊભી રખાવીને માથાકૂટ કરી હતી. જેથી સિદ્ધરાજસિને પોલીસને જાણ કરતા એસજી-2 ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર યુવતી આયેસા ગલેરીયા (જુહાપુરા)સામે ફરિયાદ નોંધી હતી. જેબાદ યુવતીએ વકીલ સામે આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધવાનું કહેતા પોલીસ બંને પક્ષની ક્રોસ ફરિયાદ લઈ રહી હતી.
ત્યારે યુવતીએ વકીલ સાથે વાત કર્યા બાદ ડ્રાફટ કરિયાદમાં છતી કર્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પોલીસ પર ખોટા આક્ષેપ કર્યા હતા.
*આ બાબતે પોલીસે સ્પષ્ટતા કરી*
યુવતીએ અકસ્માત સર્જ્યો હતો. બાદમાં તેણે વકીલ સાથે બોલાચાલી કરી હતી. જ્યારે ક્રોસ ફરિયાદનું કહેતા ડ્રાફ્ટ માં સહી કર્યા વિના યુવતી જતી રહી હતી.
*જુહાપુરા ના સુત્રો જણાવે છે કે આ યુવતી હંમેશા બેફામ જ ગાડી ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે*
*યુવતી, તેના ભાઈ સામે અગાઉ ફરિયાદ નોંધાઈ હતી*
વેજલપુરમાં રહેતી એક યુવતી વાહન લઇને જઇ રહી હતી ત્યારે યુવતી આયશા ગલેરીયા અને તેનો ભાઈ ફજલે બબાલ કરીને મારામારી કરી હતી. જે મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં 5-11-23 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ભાઇ બહેન સામે બેફામ ગાડી ચલાવવી, ગાળા ગાળી કરવી. ધમકી આપી મારમમારી કરવા બાબતે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે યુવતી હાઈપ્રોફાઇલ પરીવાર થી આવે છે અને તેના ભાઈ ફેક્ટરી માલિક હોવાનું સામે આવ્યું છે.