એલિસબ્રિજમાં થયેલી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે ત્યાં લૂંટારુંઓએ ફરી નિષ્ક્રિય પોલીસને પડકાર ફેંક્યો છે. મંગળવારે બપોરે ગાંધી ચૈડ પર આવેલી હતાશા પોળમાં આવેલી સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોના- ચાંદીની દુકાનમાં એક લૂંટારુ હથિયાર સાથે ચૂસ્યો હતો. લૂંટારુએ સોની વેપારી સાથે ઝપાઝપી કરીને એક ગોળી પગમાં મારીને 3.50 લાખની લૂંટ ચલાવી હતી. ખાડિયા પોલીસે આ કેસમાં 100થી વધુ સીસીટીવી તપાસ્યા હોવાછતાંષ આરોપી સુધી પહોંચી શકી નથી. આટલું જ નહીં લૂંટારું કાલુપુરથી આગળ કયા વિસ્તારમાં ગયો તે બાબતે હાલ તપાસ ચાલુ છે.
સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોના ચાંદીની દુકાનમાં માલિક વિકાસભાઈ સોની મંગળવારે હાજર હતા. પોણા ત્રણેક વાગ્યે એક રાખ્ય મોઢે રૂમાલ બાંધીને દુકાનમાં ધસી આવ્યો હતો. લૂંટારાએ શટર બંધ કરીને વિકાસભાઈ સાથે ઝપાઝપી કરી હતી. લૂંટારુએ વિકાસભાઈની આઠ તોલાનીબે સોનાની ચેઇન અને એક સોનાની વિટી મળી રૂ.540લાખના દાગીના લૂંટી લીધા હતા. બાદમાં આરોપીએ વિકાસભાઈના પગમાં ગોળી મારતા તેઓ ત્યાં જ લોહીલુહાશ નાલતમાં ફસડાઈ પડ્યા હતા. બાદમાં લૂંટારુએ 100 ગ્રામના છ. સોનાના બિસ્કિટ, 10 કિલોની ચાંદીની પાટ મળી કુલ રૂ. 49.40 લાખની મતા લૂંટી ફરાર થઇ ગયો હતો.
આરોપીની સાથે અન્ય
શખ્સ હોવાની પણ શંકા
આ મામલે અસંખ્ય સીસીટીવી તપાસ કરવામાં આવ્યા છે.
વાણી દૂધાત, એસીપી, ઇ-ડિવિઝન
ખાડિયાની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસ કરે છે. ભીડભાડ વાળા વિસ્તારમાંથી આરોપી વાહન પર થઈને કાલપુરથી આગળ નીકળ્યો હોવાનું તપાસમાં સામે મે આવ્યું છે. સાથે આ એક આરોપીની સાથે અન્ય લોકો પણ સંડોવાયેલ હોવાની શંકાના આધારે તપાસ ચાલી રહી છે.
આરોપી જતા જતાસ્ટો પર મારીને ભાગ્યો છે.
પોલીસે વિકાસભાઇની પૂછપરછ કરતા લૂંટારુંએ લૂંટને અંજામ
આપવા દુકાનમાં પ્રવેશ કર્યો ત્યારે દુકાનનું શટર બંધ કર્યું હતું, જેથી ત્યાં અવર જવર કરનારને જાણ થઇ ન હતી. આરોપીએ લૂંટ ચલાવી ત્યારે વિકાસભાઇને ગોળી વાગી હોવાથી તથા ફસડાઈ પડયા હતા. બાદમાં આરોપી સોનાના બિસ્કીટ અને ચાંદીની પાટ લૂંટીને દરવાજાને સ્ટોપર મારીને કોઈને ભનક ન પડે તેમ નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે.