Ahmedabad: journalist Auzef Tirmizi, Aabeda pathan
અમદાવાદમાં જમાલપુર છીપાવાડ વિસ્તારમાં આવેલ પાંચ પીપળી ખાતે ફ્રી મેડિકલ મેગા કેમ્પનું આયોજન એબીસી ટ્રસ્ટના સહયોગથી ગ્રીન લાઈન પેથોલોજી લેબ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોવા જઈએ તો વર્ષોથી એબીસી દ્વારા મેડિકલ અને હેલ્થને લગતા ઘણા કેમ્પો મૂકવામાં આવે છે. જેમા ગરીબ અને સામાન્ય વર્ગના લોકો લાભ મળે છે.
આજરોજ જમાલપુરમાં જે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર તનવીર સિદ્દીકી, ડોક્ટર જુનેદ શેખ, ડોક્ટર ઓવેસ વિરાણી, ડોક્ટર સાર્થક દવે, ડોક્ટર સમીર પટેલ, ડોક્ટર આદિલ શેખ, ડોક્ટર સોનુ વડાલી વાલા, ડોક્ટર શકીલ વડાલી વાલા, ડોક્ટર સાહિસ્તા વડાલી વાલા, ડોક્ટર સાઇન હોકાબાજ, ડોક્ટર મોઇન ખાન, ડોક્ટર રાશીદ વોહરા જુદા જુદા નિષ્ણાંત ડોક્ટરો બાળકોના નિષ્ણાંત આખના સર્જન, મહિલાઓ સ્ત્રી રોગોના ગાયનેક ડોક્ટર, દાંથ મોઢા જડબાના ડોક્ટર, ચામડી ના ડોક્ટર, ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ, આમ એમડી ડોક્ટરો ગરીબ અને સામાન્ય માણસને સેવા આપવા માટે હાજર હતા.
એ ઉપરાંત આંખના નંબર ચેક કરીને ₹50 માં ચશ્મા બનાવી આપવામાં આવતા હતા, ફ્રીમાં લોહીના ટકા અને બ્લડ ગ્રુપ ટેસ્ટ, 350 રૂપિયામાં બોડી ચેકઅપ જેવી પણ સુવિધાઓ મૂકવામાં આવી હતી.
એ ઉપરાંત સમગ્ર નું આયોજન કરનાર એબીસી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મુન્નાભાઈ, ડોક્ટર સમીના જાગડુ, શીતલ એ શાહ એમડી ડોક્ટર દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું.
બહેરામપુરા ના કાઉન્સિલર તસ્લીમ આલમ તીરમીજી, જમાલપુરના કાઉન્સિલર મુસ્તાક ખાદીવાલા ,ગોમતીપુરમાં કાઉન્સિલર ઇકબાલ શેખ, ઉપરાંત બેહરામપુરા ના પ્રમુખ જફરભાઈ અજમેરી, લઘુમતી મોરચાના પ્રમુખ પપ્પુભાઈ શેખ પણ હાજર રહ્યા હતા. એ ઉપરાંત પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા. તે ઉપરાંત જમાલપુર વિસ્તારની જનતા પણ ભારે માત્રામાં લાભ લેવા ઉમટી પડી હતી.
ટૂંક સમયમાં એબીસી ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરની નજીક આવેલા ગામડાઓમાં પણ આવી જ રીતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.