Ahmedabad: અમદાવાદમાં જમાલપુર કડવા શેરી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે લગ્ન જીવનમાં મેળ ન ખાતા નવ મહિનાની બાળકીનું બ્લેડ વડે ગળું કાપીને માતા દ્વારા હત્યા કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે પત્નીને પતિથી છૂટાછેડા જોતા હતા પરંતુ બાળકી નડતરરૂપ બનતું હોવાના કારણે બાળકીની હત્યા કરી નાખવામાં આવી. હાલ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસની તપાસ ચાલુ છે.