Ahmedabad: journalist Auzef Aabeda pathan
અમદાવાદમાં જમાલપુરમાં બચત મંડળીની જુદી જુદી સ્કીમમાં 3.5 લાખથી રૂ.20 લાખ સુધીનું રોકાણ ખેડૂત પરિવારના 7 સભ્યોર પાસે કરાવી મંડળીના બે સંચાલકે 7 કરોડની છેતરપિંડી કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જાણકારી મળી રહી છે કે જમાલપુરમાં છીપાવાડ ના વેપારીઓ , દાણીલીમડાના ફેક્ટરી સંચાલકો સહીત અનેક લોકોના મોટા પાયા પર પૈસા ફસાયા છે. જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવે તો 27 કરોડ સુધી લગભગ આંકડો પહોંચી શકે છે.
ઉસ્માનપુરા જવાહરકુંજ સોસાયટીમાં રહેતા અલ્પાબેન પટેલ અને રાજેશ પટેલ તેમજ પરિવારના સભ્યોએ બચત મંડળીમાં પૈસા રોક્યા હતા. નક્કી કરેલી રકમ દર મહિને જમા કરાવ્યા પછી ડ્રોમાં નામ ખુલે તેને ભરેલા પૈસા પાછા મળી જાય તેવી સ્કીમ હતી. જમાલપુરમાં રહેતા બાજીદખાન પઠાણ આવી 6 મંડળી ચલાવતા હતા. પરિવાર પાસેથી અંદાજે 7 કરોડનું રોકાણ કરાવ્યું હતું. એ પછી ગત ફેબ્રુઆરીમાં ભાજીદખાન અને તેના ભાઈ અકબરખાન પઠાણે પૈસા પાછા આપ્યા ન હતા. એક ઓડિયો ક્લિપ મોકલી પરિવારને ધમકી આપી હતી કે, તમે વ્યાજે ફેરવવા માટે પૈસા આપ્યા છે. આ પૈસાની ઉઘરાણી માટે તેઓ ત્રાસ આપતા હોવાનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. અંતે અલ્પાબેન પટેલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાજીદખાન પઠાણ અને તેના ભાઈ અકબરખાન પઠાણની ધરપકડ કરી છે. હજુ અનેક મોટા માથાઓના નામ ખુલી શકે છે.જેમાં કેટલાક પીડિતો અમારા સંપર્કમાં છે.