Ahmedabad: journalist Auzef Tirmizi ગુજરાતના અમદાવાદના સૌથી વિવાદાસ્પદ એવા વેજલપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર સવાલોના ઘેરામાં છે.NCRB રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.તે ઉપરાંત થોડાં દિવસ પેહલા ધોળકામાં પણ એવું બનાવ બન્યું હતું.વેજલપુર પોલીસ સ્ટેશનના આરોપ છે કે તેણે મુસ્લિમ યુવક અઝહરને એટલો માર માર્યો કે તેનું મોત થયું! અઝહરની પત્નીએ પોતે જણાવ્યું કે મૃત્યુ પહેલા અઝહરે કહ્યું હતું કે વ્યાસ સાહેબે 4-5 લોકો સાથે મળીને મને વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર માર માર્યો હતો જેના કારણે મારા માથામાં ખૂબ જ થપ્પડ વાગી હતી અને દુઃખાવો થઈ રહ્યો હતો. સવારે અઝહરને ઉલ્ટી થવા લાગી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
2-3 હોસ્પિટલની મુલાકાત લેવી પડી! એસવીપીમાં સારવાર માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી જે અઝહરના પરિવાર માટે શક્ય ન હતી, ત્યારબાદ અઝહરને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં વેન્ટિલેટર સાથેનો બેડ ખાલી ન હતો. અઝહરને ગંભીર હાલતમાં જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં બપોરે 3 વાગ્યે અઝહરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છતાં પણ આ વાતને દબાવવા મોટા માથાઓ મેદાને ઉતરયા હતા.
આ સમયે જાણ થતાં SDPI ની લીગલ ટીમ રાત્રે 11 વાગ્યે હોસ્પિટલ પહોંચી હતી.ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, AIMIM કાઉન્સિલર ઝુબેર ખાન અને SDPI કાર્યકર્તાઓ મૃતકના પરિવારને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે કહ્યું છે કે તમામ આરોપોની પણ તપાસ થવી જોઈએ તે ઉપરાંત પરિવારના સભ્યો પર એફઆઈઆર ન નોંધાવવાનું દબાણ બનાવવામાં આવ્યું છે.
તમામ સમાજના લોકોને સમજવું જોઈએ જૂઠા આગેવાનોની વાત માનીને આજનું સમાધાન કાલનું અત્યાચાર બની શકે છે.