Ahmedabad :journalist Auzef ,Aabeda pathan
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC તંત્ર અને શાસકો રોગચાળોને અંકુશમાં લેવામાં નિષ્ફળ નીવડયા હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નેતા શેહજાદ ખાન અને વિપક્ષના કોર્પોરેટરોએ AMC બોર્ડની સામાન્ય સભા પહેલાં બેનર, પોસ્ટર સાથે દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, શહેરના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને મધ્ય ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવે છે. શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની તેમણે માગણી, કરી છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં લઈને મેયર પ્રતિભા જૈને મ્યુનિ. બોર્ડ સમેટી દીધું હતું. ડાયસ પર ચઢી વિરોધ નોંધાવ્યો હતો .જ્યારે BJP ના કોર્પોરેટર કોઈપણ પ્રતિભાવ આપેલો નહતો અને ચૂપચાપ બોર્ડમાંથી બહાર નીકળી ગયા હતા.