Ahmedabad : અમદાવાદમાં પટવાશેરી વિસ્તારમાં સોનાના બિસ્કીટની આડમાં વ્યાજના ધંધો મોટા પાયા પર ચાલી રહ્યું છે.જેમાં 5 જેટલા પુરુષો અને ૩ જેટલી મહિલાઓ આ આખું વ્યાજનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે.હાલમાં દિવસે દિવસે તેમનું ત્રાસ પણ વધી રહ્યા હોવાનું પીડિતે જણાવ્યુ છે.પરંતુ સવાલ ત્યાં ઊભા થઈ રહ્યા છે કે એક બજારમાં પાથરણાં ની આડમાં કરોડો રૂપિયાનું વ્યાજનું સામ્રાજ્ય અને સોનું વસાવ્યા હોવાનુ પીડિત જણાવી રહ્યા છે.જો તેમના ત્યાં આવકવેરા વિભાગ તપાસ કરે ઘણું મોટું બહાર આવી શકે છે. ટૂંક સમયમાં નામ સાથે આ વ્યાજખોર નું પર્દાફાશ થશે.