Ahmedabad : અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોલ સેન્ટર સંચાલકો મોટા પાયા પર ઉતરી આવ્યા છે . હમણાં સુધી આપણે પશ્ચિમ વિસ્તારની વાત કરતા હતા પરંતુ હવે સાથે સાથે અમદાવાદ સેન્ટ્રલ એટલે કે ઓલ્ડ અમદાવાદમાં કોલ સેન્ટર સંચાલક સાયબર ચાંચિયાઓ મેદાને ઉતર્યા છે.હવે વિદેશી નાગરિકો સાથે તેઓ ભારતીય લોકોને પણ છેતરી રહ્યા છે.
આ કોલ સેન્ટર માફિયાઓ ગુજરાત છોડી ચંડીગઢ દિલ્હી પુણે ગોવા ઉદયપુર બાજુ રવાના થઈ ગયા હતા. પરંતુ ઘણા સમય બાદ માહોલ શાંત થતા ફરી અમદાવાદમાં એક્ટિવ થઈ ગયા છે.
અમદાવાદ ઓલ્ડ સિટીમાં વાત કરીએ તો અમારા વિશ્વાસનીય સૂત્રની ઇન્વેસ્ટિગેટિવ માહિતી અનુસાર પશ્ચિમ અમદાવાદમાં zone 7 જુહાપુરા, સરખેજ,મકરબા, સેટેલાઇટ, zone 3 જમાલપુર,zone 2 કારંજ શાહપુર ખાનપુર ,zone 6 શાહઆલમ સહિત ઓલ્ડ સિટી અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કેટલાક સચોટ સ્થળે કોલ સેન્ટરો ચલાવી રહ્યા છે.જેની સાથે USDT ના પણ ગેરકાયદેસર વ્યવહારો મોટું નેટવર્ક ચાલી રહ્યું છે.જેમાં આ વિસ્તારોમાં સૌથી વધુ ભાવ USDT નું આપવામાં આવે છે.મોટા પાયા પર આંગડિયા વ્યહવાર થઈ રહ્યાં છે.
આવતા અહેવાલોમાં આ બધા વિસ્તારના કોલ સેન્ટર સંચાલકો ના નામ સાથે વિગત પુરાવા સાથે બહાર પાડવામાં આવશે. અને તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને માહિતી આપવામાં આવશે.
આવતા એપિસોડમાં પશ્ચિમ અમદાવાદના કોલ સેન્ટર ના આલમનો બેતાજ બાદશાહની 22 કરોડ થી વધુની પ્રોપર્ટીની માહિતી જે પશ્ચિમ અમદાવાદમાં અને ખેડામાં છે તેની વિગત બહાર પાડવામાં આવશે.