Ahmedabad: ૬૪ વર્ષીય માતા રાબીયાબીબી ગત તા. ૧૫ના રોજ સવારે અંજુમન હાઈસ્કૂલ પાસેથી પગપાળા જતાં હતાં. અભિલ આ દરમિયાન પૂરઝડપે આવતી બાઈકના ચાલકે પોતાના વાહનને બેદરકારીપૂર્વક ચલાવી વૃદ્ધાને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ જતાં કોઈએ ૧૦૮માં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડયાં હતાં. આ અંગે વૃદ્ધાના પુત્રએ અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ઈટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.5 દિવસની લાંબી સારવાર બાદ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.