Ahmedabad : ગુજરાત રાજ્ય પોલીસે હાલ નશાના સોદાગરોથી જેલ ભરી દીધી છે.જેમાં વાત કરીશું ગુજરાત રાજ્ય ATS હોય કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOG હોય ત્રણે એજન્સીઓએ ડ્રગ્સ પેડલરોની કમર તોડી નાખી છે.જેલ હવાલે કર્યા છે.જેમાં સૌથી વધુ ડ્રગ્સ માફિયા ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ DCP માંડલિક અને SOG DCP જયરાજ સિંહ વાળા એ હજારો યુવાધનોને નશા થી બચાવવા આ ડ્રગ્સ માફિયાઓને જેલ ધકેલીને બચાવ્યા છે.
journalist Auzef, Aabeda pathan એ હમણાં સુધી ગણી એજન્સીઓને મદદરૂપ બનીને એડિક્ટેડ યુવકો,યુવતીઓ પેડલર મારફતે investigative journalisam કરીને ડ્રગ્સ માફિયાને પકડવવાંમાં મદદ કરી છે.જેની કિંમત પણ ચૂકવવી પડી છે.ફસાવવા કાવતરા પણ થયાં છે.તે ઉપરાંત અમદાવાદ શહેર IIM માં સન્માન થયેલ છે.જે કામ હાલ પણ કરી રહ્યા છે.
પરતું હાલ એક investigative માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ એક નામચીન જીમમાં આવતા યુવકો ઉપરાંત બહારના લોકો ત્યાં AMT,GH ના ઇંજેક્શનના આદિ બનાવી નાખવામા આવ્યા છે.જે મોટાભાગના યુવાનો તો એવા આદિ બની ગયા છે કે જો તેઓ ઇન્જેક્શન ના લે તો તે ઇન્જેક્શન માટે કશું પણ કરી શકે છે. ઇન્જેક્શન ની રકમ 10 ગણી બમણી લેવામાં આવે છે.
આ ઇન્જેક્શન લેવા અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો તે સ્થળે આવે છે .જેમાં નામચીન પરિવારના યુવક યુવતીઓ ખૂબ જ ખરાબ ફસાયેલા છે.
ઇન્જેક્શન લેવાથી માણસનું મગજ શુન થઈ જાય છે, તે પોતાની અલગ જ દુનિયામાં જતો રહે છે, ટેન્શન ભૂલી જાય છે. પોતાનામાં તાકાત આવે છે.જ્યારે તે ઇંજેક્શન ન લે તો તે ઇન્જેક્શન લેવા માટે કોઈ પણ હદ વટાવી શકે છે.
આ ડ્રગ્સ prescription વિના પ્રતિબંધ છે.જેના પર Drug and Cosmetics Act 1945 લાગુ થઈ શકે છે.
અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત પોલીસ અધિકારી નો દીકરો આ ડ્રગ્સ ના એડિક્ટ છે.જેની હાલ માનસિક સંતુલન પણ જતું રહ્યું છે.હાલ રિહેબમાં છે.જેમાં તે યુવકને 700 ઇંજેક્શન હમણાં સુધી આપી દેવામાં આવ્યા છે.જેની ઇંજેકશન વિના એ પરિસ્થિતી ઊભી થઈ કે તેને પોતાના માથાથી 7 ગાડીઓના કાચ ફોડી નાખ્યો હતા.તે ઉપરાંત 4 વખત આત્મહત્યા પ્રયાસ કરી ચૂક્યો છે. હાલ સારવાર ચાલુ છે.
અમદાવાદનાં એક શ્રીમંત પરિવારનો દીકરો જે વકીલ છે તે પોતે પણ આ ડ્રગ્સ નો એડિકટ છે.જેને ઓવરડોજ કારણે હદયરોગ હુમલો થયેલ છે.
અમદાવાદમાં GST કામકાજ સાથે સંકળાયેલ એક મોટો માંથો પણ આ ડ્રગ્સમાં ફસાયેલો છે.
આ એક એવું જીમ છે કે જ્યાં લોકો પાસેથી ડબલ પૈસા બમણી રકમ ચૂકવી લોકો ડ્રગ્સ લઈ જાય છે.જ્યાં ખાસ કરીને જુહાપુરા, સરખેજ, સેટેલાઇટ,SG હાઇવે , ઓલ્ડ સિટી અમદાવાદના 1000 વધુ યુવક યુવતીઓ આ ચકરવ્યુહમાં ફસાઈ ગયા છે.
જો અમદાવાદ પોલીસ ને વધુ માહિતી ઉપરાંત આદિ બનેલા યુવકોની યુવતીઓ માહીતી પણ જોશે અમે મદદરૂપ થવા તૈયાર રહીશું.
ખૂબ સરસ કામગીરી આવા મેડિકલ વેસ્ટ થી પોલ્યુશન ફેલાઇ શકે છે અને આ કેટલાક રખડતા પશુઓ ખાઈ જતા હોય તો તેમાં પણ એક રીએકશન ઉભુ થતું હોય છે