Ahnedabad : અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા એક જીમમાં ચાલી રહેલ અને થયેલ AMP, GH ઇન્જેક્શન કાંડમાં ફસાયેલ યુવાનોના પરિવારજનો હવે વિફર્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હવે હાલ ખૂબ જ ખરાબ હાલતમાં તબિયત ધરાવતા તે યુવાનના પરિવારજનો દ્વારા સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ વોર્નિંગબેલ જીમ સંચાલકને આપવામાં આવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં પણ જીમ સંચાલક સામે તે પરિવારજનો ખુલ્લી ચેતવણી આપી છે. અગાઉ પણ પરિવારજનો દ્વારા ચેતવણી જીમ સંચાલક ને આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા એક નામચીન જીમના અંદર અમદાવાદ શહેરના 1000 થી વધુ યુવાનો આ ઇન્જેક્શનના આદી બની ગયા છે. જેમાં કેટલા યુવાનો હૃદય રોગના હુમલાના પણ શિકાર બન્યા છે. જ્યારે કેટલાક યુવાવર્ગની એ હાલત થઈ છે કે ઇન્જેક્શન લેવા માટે પૈસા ન હોય તો તે લોકો ફોરવીલર ના કાચ ફોડી નાખવા સુધી પણ મજબૂર બન્યા છે. મારમમારી તે ઉપરાંત યાદદાસત પણ ભૂલી ગયા છે.
journalist Auzef, Aabeda pathan એ હમણાં સુધી ગણી એજન્સીઓને મદદરૂપ બનીને એડિક્ટેડ યુવકો,યુવતીઓ પેડલર મારફતે investigative journalisam કરીને ડ્રગ્સ માફિયાને પકડવવાંમાં મદદ કરી છે.જેની કિંમત પણ ચૂકવવી પડી છે.ફસાવવા કાવતરા પણ થયાં છે.તે ઉપરાંત અમદાવાદ શહેર IIM માં સન્માન થયેલ છે.જે કામ હાલ પણ કરી રહ્યા છે.પરતું હાલ એક investigative માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ એક નામચીન જીમમાં આવતા યુવકો ઉપરાંત બહારના લોકો ત્યાં AMT,GH ના ઇંજેક્શનના આદિ બનાવી નાખવામા આવ્યા છે.જે મોટાભાગના યુવાનો તો એવા આદિ બની ગયા છે કે જો તેઓ ઇન્જેક્શન ના લે તો તે ઇન્જેક્શન માટે કશું પણ કરી શકે છે. ઇન્જેક્શન ની રકમ 10 ગણી બમણી લેવામાં આવે છે.