Ahmedabad: અમદાવાદ શહેરમાં હજ યાત્રા પર જતા હાજીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે પરંતુ તે સેન્ટરો જે લઘુમતી સમાજના મુસ્લિમ સમાજના જે લોકો હજ યાત્રા પર જાય છે તેમના વિસ્તારથી દૂર આપવામાં આવી છે. ઉપરાંત નવાઈની વાત એ છે કે કોર્ટ વિસ્તારના અંદર એક પણ સર્ટિફિકેટ સેન્ટર જ નથી.જેની રજૂઆત જમાલપુર કાઉન્સિલર મુસ્તાક ખાદીવાલા દ્વારા કરવામાં આવી છે.