અમદાવાદના પ્રખ્યાત ગુજરી બજારમાં બે લોકોની દાદાગીરી સામે આવી છે. એક પુસ્તકના વેપારી ગુજરી બજારમાં ગયા ત્યારે એક પથારાવાળાએ તેમનું વાહન રોડ પર વચ્ચે મૂકતા મામલો ગરમાયો હતો. આ શખ્સે પોલીસથી ન ડરતો હોવાની ધમકી આપી ત્યારે ત્યાં બજારના પ્રેસિડેન્ટ તરીકેની ઓળખ આપનારા શખ્સે પણ બબાલ કરી હતી. જે મામલે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.નવા વાડજમાં રહેતા હર્ષભાઈ શાહ ગાંધી રોડ ખાતે ગર્ગ લાઈબ્રેરી નામથી ચોપડીઓનો વેપાર કરે છે. રવિવારે તેઓ ગુજરી બજારમાં ચોપડીઓ ખરીદવા ગયા હતા. ત્યારે રિવરફ્રન્ટ પર ગુજરી બજારમાં આવેલા એક ઓટલા પાસે જાળીની બાજુમાં તેમણે તેમનું વાહન મૂક્યું હતું. થોડી વાર બાદ ત્યાં પથારો લઈને બેસનારા એક શખ્સે હર્ષભાઈનું વાહન ખેંચીને રોડની વચ્ચો વચ્ચ મૂકી દીધું હતું. જે બાબતે હર્ષભાઇ કહેવા જતા આ શખ્સે ગાળાગાળી કરીને ફેંટ મારીને ગુજરી બજારમાં આવવાનું બંધ કરાવી દઈશ તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હર્ષભાઈએ પોલીસ બોલાવવાની વાત કરતા આ શખ્સે અમે પોલીસથી ગભરાતા નથી, થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. તેવામાં ગુજરી બજારના પ્રેસિડેન્ટ તરીકેની ઓળખ આપનારા એક શખ્સ આવ્યો અને ગાળાગાળી કરીને બોલાચાલી કરતો હતો. જેથી હર્ષભાઈએ પોલીસને જાણ કરતા રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આ મામલે સિદ્ધરાજ બૌરા અને નફીસ અહેમદ અલ્લાહ વાલા સામે ફરિયાદ નોધાઇ છે.ગુજરી બજારના કથીત પ્રમુખ સામે ગુજરી બજારમાં ચાલતા ગેરકાયદેસર ગરીબો સાથે થઈ રહેલી હપ્તાં બાજી નો પર્દાફાશ કરનાર પત્રકાર અને નિવૃત્ત પ્રિન્સિપાલ મોહમ્મદ હુસેન શેખ પર અગાઉ હુમલો કર્યો હતો.તે ઉપરાંત એટ્રોસિટી દાખલ આગાઉ થઈ છે.તે ઉપરાંત તેમની સામે અગણિત અરજીઓ થઈ છે.હાલ સાબરમતિ રિવરફ્રન્ટ ડેલપમેન્ટ એસોસિયેશન અને AMC ની SIt ની રચના થઈ છે.અગાઉ HC માં PIl થયેલ છે. નીચલી કોર્ટમાં કેસ ચાલુ છે.દિલ્હી PMO India અને CMO ગુજરાત સુધી આ મામલો પહોંચેલ છે.