Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાહપુર જુલાઈવાડ ખાતેથી ફિલ્મી સ્ટાઇલે ધરપકડ કરી છે.શાનું ખાન જે NDPS ના બે કેસમાં અમદાવાદ સાબરમતી જેલ ખાતે સજા કાપી રહ્યા છે.તેઓ છેલ્લા ગણા સમયથી પેરોલ બાદ પેરોલ જંપ કરી હતી.
શાનું ખાનની ધરપકડ કરવામાં આવી પરતું તેની પાછળ કહાની કંઈક અલગ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા પહેરવેશ ધારણ કરીને જુલાઈવાડ સુધી પહોંચી. વિશ્વાસનીય સૂત્ર જણાવે છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા મહિલા કર્મચારીએ બુરખો પહેરીને, ક્રાઈમ બ્રાન્ચ ના બીજા પોલીસ કર્મીઓએ ઝભ્ભો લેંઘો પેહરી મુસ્લિમ પહેરવેશ ધારણ કરી ઉપરાંત ઝોમેટો અને સ્વિગી બોય બની અને ટોરેન્ટ પાવર ના ઇલેક્ટ્રીક કર્મચારી બની જુદા જુદા પહેરવેશ ધારણ કરીને ઓળખાણમાં ન આવે તેવી રીતે ઓપરેશન બહાર પાડ્યું હતું. તે વિસ્તારમાં પહોંચવું ખૂબ જ રિસકેબ્લ હોવાથી અને CCTV ની સિસ્ટમ હોવાથી તે ઉપરાંત શાનું ખાન ના HUMAN SOURCES હોવાથી ત્યાં સુધી પહોંચવું ગુજરાતની તમામ એજન્સીઓ અને પોલીસ માટે મુશ્કેલ હતું. પરંતુ જુદા જુદા વેશ ધારણ કરી અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની ટીમ શાનું ખાનના મકાન સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ બંને બાજુની સીડીઓથી ટીમ તેમના ઘર સુધી પહોંચી ગઈ અને તેમની ધરપકડ કરવામાં આવી. હાલ તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી દીધેલ છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ PI Salunke અને તેમની ટીમ PSI અલ્તાફ ખાન અને આખી ટીમે મિશન ઈમ્પોસિબલ ને પોસિબલ બનાવ્યું હતું.