અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે 2019 માં અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા PCB દ્વારા ગુજરાત પ્રોબિહેશન એક્ટ 1949, SECTION 66(B),65(A)(E),81,116(1)(B) જેનું FIR નંબર 5331,ક્રિમીનલ કેસ નંબર 34590/2020 હેઠળ
(૧)સાકીર ઉર્ફે નવા હાજી મોહમ્મદ છીપા
(૨) રેહાન કુરેશી (૩) અનવર રંગરેજ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જેમાં આરોપીઓ દ્વારા તા 22 -12- 2019 ના રોજ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પીલ્લર નંબર 20 ની આગળ ખુલ્લી જગ્યા માંથી આરોપીઓને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના કબજામાં રાખી લઈ જતા અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા (PCB) દ્વારા આરોપીઓ પાસેથી વિદેશી દારૂ નંગ 50 સાથે રોકડ રૂપિયા 15000 ની રકમ સાથે આરોપીઓને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અમદાવાદ શહેરમાં લાવવા અને વેચાણ કરવાના ગુનામાં PCB પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટમાં કેસ ચાલતા આરોપીઓએ પ્લી દરમિયાન ગુનાનો ઈન્કાર કરેલ હતો.આ કામમાં ફરિયાદ પક્ષે પોતાનાં સમર્થનમાં પંચો તપાસેલ છે.
આરોપીઓ તરફે લેવાયેલ ઉલટ તપાસમાં એ વાત કબૂલ રાખેલ છે કે ઉત્પાદકોના નિવેદનો લીધેલ નથી, સ્વતંત્ર સાહેદો નિવેદનો લીધેલ નથી. તેમજ ઉલટ તપાસ દરમિયાન તે હકીકત કબૂલ કરવામાં આવેલ હતી કે કયા વાહનમાં રેડ કરવા ગયેલ તે જણાવી શક્યા નથી. આરોપીઓના આઈડી પ્રુફ ની ચકાસણી કરેલ નથી. પંચોના નામ જણાવેલ નથી. આરોપીઓ બનાવવાની જગ્યા હાજર પકડાયેલ નથી. બનાવવાળી જ્ગ્યાએ આરોપીઓના નામનો કોઈ હતું કે કેમ તે બાબતે ખાત્રી કરેલ નથી. પોતાની ફરિયાદને સમર્થક કરતા પુરાવા રજૂ કરેલ નથી.
સ્વતંત્ર પંચો તપાસતા સોગંદ પર જુબાની આપેલ કે પોલીસ દ્વારા તૈયાર કરેલ પંચનામામાં અમોએ સહી કરેલ છે તે સિવાય અમે કંઈ જાણતા નથી.
આ કામના આરોપીઓને ઓળખતા નથી .બનાવ નજરે જોયેલ નથી.માટે કોર્ટ દ્વારા પંચોને હોસ્ટાઈલ જાહેર કર્યાં હતા.
ફરિયાદ પક્ષ નીસકપણે કેસ પૂરવાર કરવા સફળ થયો ન હતો.
તેમજ વિદેશી દારૂ બનાવતી કંપનીના અધિકારીના કોઈ નિવેદન ન લેવાથી તપાસમાં મહત્વની ખામી ઉપસી આવેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ કોર્ટે સંજ્ઞાન લીધેલ છે.
આ કામમાં નામદાર ગુજરાત HC નાં ચુકાદા અનુસાર આરોપીઓને અન્ય અને સભાનભણા નો કબજો EXCLUSIVE & Consciousnession પુરવાર થતું નથી.
તેમજ કથીત મુદ્દામાલ દારૂ જ હતો તે બાબતનું FSL નું સર્ટિફિકેટ પોલીસ દ્વારા રજૂ થયેલ નથી.
આરોપી પક્ષે વિદ્વાન વકીલશ્રીઓ Advocate munaf Memon, Advocate atik saiyed દ્વારા કેસમાં રહેલી મુખ્ય ખામીઓ ઉજાગર કરતા તેમજ પંચો Hostaeel થતા અને ગુનાના સંદર્ભે પોતાની દલીલોના અનુસંધાને કોર્ટે આરોપીઓને નિર્દોષ કરાવી છોડી મૂકવાનું હુકમ કરેલ છે.