આરોપીઓનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે, જામીન ન આપી શકાયઃ કોર્ટ
મણિનગર વિસ્તારમાં એક પાવૈયાને અખાડામાં લઇ જવાનું તથા તેનો ચેલો બનાવવા અન્ય કિન્નરોએ કહ્યું હતું. જોકે, તે પાવૈયાએ ઇનકાર કરતાં તેને ગડદાપાટુનો માર મારી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ કેસમાં પાંચ કિન્નરોએ કરેલી આગોતરા જામીનઅરજી એડિશનલ સેશન્સ જજ મનોજ બી. કોટકે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે અવલોકન કર્યું હતું કે, ગુનાની ગંભીરતા જોતાં કેસની તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જરૂરી છે.
કિન્નર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના કેસમાં પાંચ કિન્નરે નિર્દોષ હોવા સહિતના મુદ્દા ઊઠાવી આગોતરા જામીનઅરજી કરી હતી.
મુખ્ય સરકારી વકીલ સુધીર બી 17-11-2023 ના રોજ ફરિયાદી પાવૈયા મણિનગરના ગોપાલ ચોક વિસ્તારમાં ઊભા હતા ત્યારે રિક્ષામાં ત્યાં આવી ફરિયાદીને અખાડામાં લઇ જવાનું કહી રિક્ષામાં બેસાડી તેનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું અને બાદમાં તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ બનાવ અંગે મણિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓ સતત નાસતા ફરતા રહ્યા છે અને તપાસમાં સાથ સહકાર આપ્યો નથી. વળી, આરોપીઓ અગાઉ પણ આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓ પૈકીના એક પાવૈયા વિરુદ્ધ તો અગાઉ માધુપુરા પોલીસ મથકમાં પાસા હેઠળ અટકાયતી પગલાંની આકરી કાર્યવાહી થઈ ચૂકી છે. આમ, આરોપીઓ રીઢા અને ગુનાઈત પ્રવૃત્તિઓ આચરતા આવ્યા છે, તેથી જો આરોપીઓને ગુના આચરે તેવી પૂરી શક્યતા છે તેથી જામીન ન આપવા જોઈએ.
કોર્ટે ચુકાદામાં એવું પણ અવલોકન કર્યું હતું કે, આરોપીઓને ગુનામાં સંડોવતું મટિરિયલ રેકર્ડે પર છે. પાંચેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. આમ તમામ આરોપી ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. ગંભીર એવા ગુનાની તપાસ હજુ ચાલુ છે અને પ્રાથમિક તબક્કામાં છે, તેથી જામીન ન આપી શકાય.