Ahmedabad :અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 452-વ્યથા હુમલો ગેરકાયદેસર અવરોધ કરી ગૃહ પ્રવેશ કરવો, ૩૫૪(a) જાતીય સતામણી કરવી અને શારીરિક સ્પર્શ મહિલાને કરવો,506(1) ગુનાહિત ધમકી આપવી, GP એક્ટની કલમ ૧૩૫(૧)આદેશોની અવગણના કરવી જે અનુસંધાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.જેમાં CRPC 438 મુજબ આગોતરા જામીન અમદાવાદ સેસન્સ કોર્ટે મંજૂર કર્યા છે.પોલીસ સ્ટેશનમાં તારીખ 26-10- 2023 ના રોજ જમાલપુર વિસ્તારમાં ગાજીપીર પાસે રહેતી એક મહિલા એ FIR નોંધાયેલ છે જેમાં FIR મુજબ ત્યાં રેહતા ઈરફાન પઠાણ સામે FIR નોંધાઈ હતી.જેમાં ફ્લેટમાં રહેતા ફરિયાદી અને મોહલ્લામાં રહેતા સ્થાનિક વચ્ચે કચરો ફેંકવાની બાબતે ઝગડો થયો હતો.ત્યાર પછી ઈરફાન ખાન પઠાણ દ્વારા એડવોકેટ મુનાફ મેમણ, એડવોકેટ અતીક સૈયદ દ્વારા અમદાવાદ સીટી સિવિલ એન સીસન્સ કોર્ટમાં સીઆરપીસી ની કલમ 438 મુજબ આગોતરા જામીન મુકવામાં આવેલ હતા.તા 7-11-2023 ના રોજ આગોતરા જામીનની સુનાવણી નામદાર સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ હતી.ઈરફાન ખાન પઠાણ વતી હાજર રહેલ એડવોકેટ મુનાફ મેમણ, એડવોકેટ અતીક સૈયદ દ્વારા આગોતરા જામીન આપવા દલીલો કરવામાં આવી હતી. દલીલો સાંભળી નામદાર કોર્ટ દ્વારા io (ઇન્વેસ્ટીગેશન ઓફિસર) તરીકે હાજર રહેલ પીએસઆઇને કોર્ટે આકરા શબ્દોમાં જાટકણી કરવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા એફઆઇઆર અનુસંધાને યોગ્ય તપાસ અર્થે સીસીટીવી કેમેરા ન તપાસવા તેમજ અરજદાર અને ફરિયાદી એકબીજાને સારી રીતે ઓળખતા હતા.આ સંદર્ભે court દ્વારા ઇરફાન પઠાણને Advocate શ્રીઓની દલીલો ગ્રાહ્ય રાખી આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા.