Gujarat:
સૌથી નાની વયે સૌથી મોટી માછલી વ્હેલ શાર્કના બચાવ મિશન પર જઇ ચુકેલા અલ્ફેઝ ભટ્ટી કહે છે કે વ્હેલ શાર્કને બચાવવી ખૂબ જ જરૂરી છે.
જુનાગઢના રહેવાસી અલ્ફેઝ ભટ્ટી કે જેઓ બાળપણથી જ સમાજસેવા કરતા યુવા પર્યાવરણવાદી તરીકે જાણીતા છે. તેમણે ૨૦૧૨ માં મૂળ દ્વારકા નજીકના દરિયા કિનારેથી એક મોટા કાચબાને બચાવ્યો હતો અને પ્રકૃતિ નેચર ક્લબ (કોડીનાર) ના સ્થાપક દિનેશ ગૌસ્વામી, ફોરેસ્ટર સલીમભાઈ ભટ્ટી અને અન્ય સ્વયંસેવકો સાથે ત્રણ વખત વ્હેલ શાર્ક રેસ્ક્યુ મિશનમાં જઈ ચૂક્યા છે.
વિશ્વમાં ઘણા મોટા જીવો છે, જેમાંથી એક પ્રિય વ્હેલ શાર્ક છે. વ્હેલ શાર્ક મુખ્યત્વે ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા અને મેડાગાસ્કરમાંથી આવે છે. ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈ ૧૬૦૦ મીટર છે અને સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વ્હેલ શાર્ક માટે ખૂબ જ સારો છે. સૌરાષ્ટ્રના દરિયામાં જવલો નામની માછલી મોટી માત્રામાં જોવા મળે છે. અને જવલો માછલી એ વ્હેલ શાર્કનો પ્રિય ખોરાક છે.
પહેલાના સમયમાં માછીમારો વ્હેલ શાર્કનો શિકાર કરતા હતા કારણ કે તેઓ વ્હેલ શાર્કના ટુકડા કરી બજારમાં વેચતા હતા અને વ્હેલ શાર્કની અંદરથી જે પ્રવાહી નીકળે છે તેનો ઉપયોગ દવામાં પણ થાય છે. અને તેના ઘણા પૈસા પણ મડે છે તેથી તે સમય દરમિયાન વ્હેલ શાર્કનો ઘણો શિકાર થયો છે.
વ્હેલ શાર્કને બચાવવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે માછીમારોની બોટ ૩૦-૩૫ ફૂટની હોય છે અને વ્હેલ શાર્ક પણ ૪૦-૫૦ ફૂટની હોય છે, તેથી જ્યારે તે જાળમાં ફસાઈ જાય છે અને માછલી વધુ હલનચલન કરે છે ત્યારે બોટ પણ પલટવાની શક્યતાઓ રહે છે અને ડૂબી પણ શકે છે.
ત્યારપછી વ્હેલ શાર્કને જોવામાં આવે છે કે તે નર છે કે માદા, તેની લંબાઈ, તેના શરીર પર કોઈ ઈજા છે કે નહીં, પછી ઝડપથી જાળીને ધારદાર હથિયારથી કાપીને વ્હેલ શાર્કને મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ કિનારે આવ્યા બાદ જાળમાં થયેલા નુકસાનના ફોટોગ્રાફ અને માર્કિંગ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને માછીમારોને તેમની નુક્સાન થયેલી જાળનુ વળતર વન વિભાગ દ્વારા આપવામા આવે છે.
તેથી વ્હેલ શાર્કને બચાવવી અને તેના સંરક્ષણ માટે અન્ય લોકોને માહિતગાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો વ્હેલ શાર્કને બચાવવામાં નહીં આવે તો આપણે એક મોટી વસ્તુ ગુમાવી બેસીશું.