Ahmedabad:અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં સોદાગર ની પોળ ખાતે તા:૧૩-૯-૨૦૨૩ ના રોજ AMC ની RO (રોડ ઓપનિંગ પરમિશન) લીધા વગર 1 KM થી વધારે રોડ ,રસ્તા અને ફૂટપાથ ટોરેન્ટ પાવર દ્વારા ખોદકામ કરી નાખવામાં આવેલ હતું. આ સત્ય અમો બહાર પાડતા ટોરેન્ટ પાવર કંપની દ્વારા કાલે સવારે કામગીરી બંધ કરી દીધેલ હતી. ત્યાર પછી ઈજનેર વિભાગના અઘિકારીઓ સાથે સાઠગાંઠ કરી ટોરેન્ટ પાવર કંપની દ્વારા ગઈ રાત્રે ૧૦ વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધી ખોદકામ કામ કરેલ સ્થળ પર નવા વાયરો પરવાનગી વગર નાખેલ છે.હવે જોવાનું એ રહ્યું કે AMC કમિશનર ટોરેન્ટ પાવર કંપનીને કેટલા રૂપિયા દંડ કરશે ?જો દંડ કરવામાં આવે તો શું ટોરેન્ટ પાવર કંપની એ દંડ ભરશે?AMC કમિશનર જમાલપુર વોર્ડ ઈજનેર વિભાગના અધિકારી મગન તાવીયાળ વિરુદ્ધ કયારે કાર્યવાહી કરશે ?