• Fri. Oct 18th, 2024

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડથી વધુનું Md ડ્રગ્સ સાથે ૩ ને દબોચ્યા, શાહપુર કનેકશન ખૂલ્યું.

Bythepoweroftruth

Sep 21, 2023

Ahmedabad :અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. બન્ને ઇસમો પાસેથી 52.18 લાખની કિંમતનો 521.800 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો સહિત કુલ 53.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતો તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી રાજસ્થાનના ઉદેપુરથી એમડી ડ્રગ્સ મંગાવીને શહેરમાં વેચી રહ્યો છે. તેણે ઉદુપેરથી એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો છે. જેની ડિલિવરી મોડી રાત્રે થવાની છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.બાતમી અનુસાર નારોલથી વિશાલા તરફ જતાં રોડ પર નારોલ બ્રિજના સર્વિસ રોડ પર એક હોટલ પાસે રાત્રીના પોણા અગિયાર વાગ્યાની આસપાસ તૌફિક ડિલિવરી લેવા માટે ટૂ વ્હીલર લઇને આવ્યો હતો અને કોઇની રાહ જોઇ રહ્યો હતો. જે દરમિયાન એક ઇસમ હોટલમાંથી આવ્યો હતો અને એક બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો પદાર્થ તેને આપ્યો હતો.બાતમી અનુસાર તૌફિકની ઓળખ થતાં જ રેડ પાડવા વોચ ગોઠવીને બેસેલા સ્ટાફે તૌફિક અને અન્ય ઇસમને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે નામ-ઠામ પૂછતા ટૂ-વ્હીલર લઇને આવેલા શખ્સે પોતાનું નામ તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચી જણાવ્યું હતું. જ્યારે કાળા કલરની બેગ સાથે ઉભેલા ઇસમે પોતાનું નામ સુહૈલઅસરફ શકુરમોહમંદ જણાવ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેગની તપાસ હાથ ધરવામાં આવી હતી. તૌફિક પાસેથી એક પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મળી આવી હતી. જેમાં શંકાસ્પદ પદાર્થ જણાઈ આવ્યો હતો. જ્યારે સુહૈલઅસરફ પાસે રહેલી બેગમાંથી પ્લાસ્ટિકની મોટી પારદર્શક કોથળી મળી આવી હતી. તેમાં પણ શંકાસ્પદ પદાર્થ જણાઈ આવ્યો હતો. આ પદાર્થ બાબતે પૂછતા એમડી ડ્ર્ગ્સ હોવાનું જણાવ્યું હતું. જેથી નશીલા પદાર્થની ચકાસણી અર્થે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.બન્ને આરોપીની અટકાયત કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મેફેડ્રોનનો જથ્થો કયાંથી લાવે છે ? અને કોને વેચે છે ? તે અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તૌફિકે જણાવ્યું હતું કે, તે છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ઉદેપુરમાં રહેતા આરીફમહમંદ પઠાણ પાસેથી મંગાવે છે અને અમદાવાદ શહેરમાં વેચે છે. આજે આરીફમહમંદ પઠાણનો માણસ સુહૈલઅસરફ ઉદેપુરથી એમડી ડ્રગ્સનો જથ્થો આપવા માટે આવ્યો હતો. આ જથ્થો મેળવીને તૌફિક શહેરમાં અલગ-અલગ માણસોને છૂટકમાં વેચાણ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું.જ્યારે સુહૈલઅસરફે જણાવ્યું હતું કે, આરીફમહમંદ ઉદેપુરથી ડ્રગ્સનો વેપાર કરે છે. તેની પાસેથી છેલ્લા દોઢ મહિનાથી ડ્રગ્સ મેળવીને અમદાવાદ ખાતે લઇને આવતો હતો અને તૌફિક ઘાંચી અને શાહપુરમાં રહેતા ઇમરાનખાન પઠાણ, જુહાપુરામાં રહેતા ઝહીર વોરાને 200થી 500 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો આપતો હોવાનું જણાવ્યું હતું. બે દિવસ પૂર્વે આરીફમહમંદ પઠાણ પાસેથી 1 કિ.ગ્રા. ડ્રગ્સનો જથ્થો લઇને અમદાવાદ આવ્યો હતો.બે દિવસ પહેલા ઇમરાનખાનને 200 ગ્રામ, ઝહીર વોરાને 150 ગ્રામ અને તૌફિકને 100 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. તેમજ આજે 65 ગ્રામનો ડ્રગ્સ આપવા આવ્યો ત્યારે બન્ને ઝડપાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે તૌફિક પાસથી 6.55 લાખની કિંમતનો 65.500 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો જ્યારે સુહૈલઅસરફ પાસેથી 45.63 લાખ રૂપિયાનો 456.300 ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી કુલ 53.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,