અમદાવાદ sog એ ગીતામંદિર ખાતેથી બે કિલો Md ડ્રગ્સ નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલીકે ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સના કેસ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે જ એસઓજી ની ટીમ દ્વારા બે કરોડથી વધારે ની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. છેલ્લા ચોક્કસ સમય દરમિયાન એટીએસ અને એસ ઓ જી દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ હેરોઈન તથા અન્ય માદક પદાર્થોના જથ્થો મોટા પ્રમાણમાં કબજે લેવામાં આવે છે.નવા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકએ દ્વારા ચાર્જ સંભાળતા ની સાથે જ એમડી ડ્રગ્સ ના મુદ્દાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એસ ઓ જી ની ટીમને બાતમી મળી હતી કે ગીતામંદિર બસ સ્ટેશન ખાતે એક પેડલર બે કિલો એમડી ડ્રગ્સ લઈને ડીલીવરી આપવા માટે ફરી રહ્યો છે.જેને પગલે એસ ઓ જી ની ટીમ ગીતામંદિર બસ સ્ટેશનમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ચોક્કસ પેડલર હાથમાં એમડી ડ્રગ્સ લઈને પહોંચ્યો કે તરત જ પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી બે કિલો એમડી ડ્રગ્સ કબજે લીધું હતું.
Crime branch અને Sog ના NDPS કેસની કામગીરી નો ફરક
1)અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા NDPS માં MD ડ્રગ્સ હોય કે corex કફ સીરપ જ્યારે ડ્રગ્સ પકડાય છે તેમાં જોવા સામે આ આવ્યું છે.1/8/2022 જેમાં તેના મુખ્ય ડીલર idrish અને રાજાબાબુ થી લઈને નાના પેડલર સુધીની કુલ ૨૧ ની ધરપકડ થઈ હતી.તે ઉપરાંત બીજા આવા અનેક ક્રાઈમ બ્રાનચે કરેલ બાપનો બગીચા પાસેથી પકડેલ કેસ કેમ ના હોય .
2) ક્રાઈમ બ્રાન્ચ કરેલ કેસમાં જથ્થો વધારે હોય છે. ગ્રામ ની માત્રામાં.
૩) ક્રાઈમ બ્રાન્ચે પકડેલ મોટા ભાગના આરોપીઓ હાલ NDPS જેલમાં છે.જેમના જામીન થયાં નથી.
SOG ની કામગીરી પર કેમ થાય છે લોકોમાં સવાલો ?
1) ગ્રામની માત્રા ઓછી.
૨) મોટાં ભાગના આરોપીઓ બહાર છે ૨૦૨૨ માં પકડાયેલ.
૩)કેટલાક કેસમાં પ્રેસ કોન્ફરન્સ ના થઈ તે પણ એક સવાલ ?
૪) દર ૧૫ કેસમાં એક કેસમાં ગ્રામની માત્રા વધુ.
૫)તપાસ દરમિયાન પકડાયેલ આરોપીઓના સહારોપીઓ વિષે જાણકારી ઓછી બહાર આવે છે જેથી ગુનેગારોને ડર રહેતો નથી.
અગાઉ થોડા દિવસ પેહલા કથીત ડ્રગ્સ માફિયા ને 7 દિવસ થી વધુ સમય સુધી sog માં રાખવામા આવ્યા હતા. પરતું તેમાં રંગમાં ભંગ અલગ રીતે પડ્યો હોવાનું લોકમુખે પોલિસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
એક વાર SOG ના ઉચ્ચ અધિકારીને એક વિડ્યો એક પત્રકારે બતાડતા તેમને ઓફિસમાં દબાવી,ધમકાવી વિડિયો ડિલીટ કરાવી બીજા psi ને બોલાવી ડરાવવામાં આવ્યા હતા.sog માં એન્ટ્રી ન કરવા સુધીનું કેહવામાં આવ્યું હતું. ત્યારબાદ sog media press ગ્રુપમાંથી લેફ્ટ કરાવવામાં આવ્યા હતા.
આ આર્ટિકલ લખ્યા પછી મહેરબાની કરીને અમદાવાદ sog ના કેટલાક વ્યક્તિઓ દ્વારા ફોન કરીને ત્રાસ આપવું નહિ નોંધ.