ગુજરાતમાં જેવી રીતે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે આજે સવારે મુંબઈના ડ્રગ્સ ડીલરોને રામોલ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પકડ્યા ત ત્યારે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) વધુ ચાર ડ્રગ્સનું વેચાણ (Drugs Smuggling) કરતાં વ્યક્તિઓની ધરપકડ કરી છે. અમદાવાદનાં (Ahmedabad) નાના ચીલોડા વિસ્તારમાં રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરતાં એક મહિલા અને ત્રણ પુરુષોની અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.અમદાવાદ SOGએ બાતમીના આધારે નાના ચીલોડા વિસ્તારમાં દરોડો કરતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતાં મળી આવ્યા હતા. હાલ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસે 31 ગ્રામ અને 640 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત 3,16,400 રૂપિયા છે. આરોપીઓ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા તેનું પણ નામ SOGને મળી ગયું છે, તેને પણ પકડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીઓ કોને-કોને ડ્રગ્સનું વેચાણ કરતાં હતા તે દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.આ સંદર્ભે આજે પત્રકાર પરિષદ સંબોધતા અમદાવાદ SOGના ACP બી. સી. સોલંકીએ જણાવ્યું હતું કે, “SOGમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલને બાતમી મળી હતી કે, નાના ચીલોડા વિસ્તારમાં આવેલા શિખા એવન્યુ પાસે કેટલાક વ્યક્તિઓ જાહેર રસ્તા પર જ રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે રેડ કરતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહિલા ડ્રગ એડિક્ટ હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ડ્રગ્સના ગ્રાહકો શોધતા હતા અને ચારેય સાથે મળીને ડ્રગ્સ વેચતા હતા. આ ચારેય વ્યક્તિઓ માત્ર પેડલરો છે, તેમણે શાહપુરમાંથી કોઈ વ્યક્તિ પાસેથી આ Md નો જથ્થો ખરીદ્યો હતો. હાલ શાહપુરનો આરોપી ફરાર છે, નજીકના સમયમાં તેને પણ પકડી લેવામાં આવશે.”પકડાયેલા આરોપીઓ કાઝીમઅલી સૈયદ, સબ્બીરમીયા શેખ, નઈમુદ્દીન સૈયદ અને વિશાખા આ ચાર વ્યક્તિઓની ગેંગ છે અને તેની લીડર વિશાખા છે. જેને તેની ગેંગના લોકો રિવોલ્વર રાનીના નામથી સંબોધે છે. હાલ આ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિશાખા રિવોલ્વર રાની બાપના બગીચાના વિવાદના મામલામાં પણ વચ્ચે સમાધાન માટે કૂદી હતી. તે ઉપરાંત બાપના બગીચા sg હાઇવે પર હોલડ જમાવ્યું હતું. હાલ માલ આપવામાં શાહપુરના અજર નું નામ ખુલ્યું છે.