Ahmedabad : અમદાવાદમાં રામોલ વિસ્તારમાં આવેલા સોહેલ પાર્ક જનતાનગરમાં આવેલી ગેસ એજન્સી જેની સામે સ્થાનિક લોકોએ ઘણીવાર અવાજ ઉપાડ્યો પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી થતું ન હોવાનું જાણવા મળ્યું છે.
રેસિડેન્સ વિસ્તારના અંદર રોજે રોજ હજારથી વધુ બાટલાઓની સ્ટોકની અવરજવર ઉપરાંત સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે જેને લઈને જો કોઈ જાનહાની થાય કે આગનો બનાવ બને તો સ્થાનિક લોકો માટે ભયજનક પરિસ્થિતિ ઊભી થાય .
રામોલ ના સ્થાનીક નાસીર ખાન પઠાણ ની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરી માં જે અરજી કરવામાં આવી હતી તેને લઈને જે આદેશ કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની બહાર આ ગોડાઉનને ખસેડવામાં આવે. તે ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ વિભાગે પણ આ જ ફરમાન કરેલ છે. પરંતુ કેટલીક જગ્યાએ મસ મોટા વહીવટ જતા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો આવી જ રીતે કોઈ મોટી જાનહાની થઈ જશે તો કોણ જીમ્મેદાર બનશે તે પણ એક સવાલ છે.
શું આ ગેસ એજન્સીના માલિકની એવી તો કઈ સાઠગાંઠ છે કે તે સરકારને પણ ગાંઠતો નથી ?