અમદાવાદ પોલીસ કમિશ્નર G.S મલિક સાહેબે ચાર્જ સંભાળતા જ ગુનેગારો સામે લાલ આંખ કરી છે. ગુનેગારો સામે પાસાની પણ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.અમદાવાદ CP ટિમ PCB એક્શન મોડમાં આવી છે.ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથીમોંઘી બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપયો.PCB એ વટવા ખાતે આવેલ ઓમ શાંતિ બંગલો માંથી વિદેશી દારૂ ઝડપયો261 દારૂની બોટલ સાથે બુટલેગર જીગર શાહની કરી ધરપકડPCB એ 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જયારે અમદાવાદમાં માધુ મિલ સરસપુર કમ્પાઉન્ડમાં PCB ની રેડ.૩૫૧ બોટલ વિદેશી દારૂ પકડાયું.પીસીબીના પીએસઆઈ વી.જી.ડાભીએ મોહમંદસગીર ઉર્ફે શકીલ ઉર્ફે પાદી કુરેશીને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા છેલ્લા પંદર દિવસથી તે દારૂનો ધંધો કરતો હતો. યાસીન ઉર્ફે કાણિયો અંસારી તથા અબ્દુલ રહીમ ઉર્ફે તિલ્લી શાહે તેને દારૂનો જથ્થો આપીને તે અમરાઈવાડીમાં રહેતા કિરન, શાહીબાગમાં રહેતા ચેટી, ગોમતીપુરમાં રહેતા સલીમ શેખને આપવાનું કહ્યું હતું. જેથી પોલીસે આ પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદમાં નવનિયુક્ત પોલીસ કમિશનર G.S. મલિક સાહેબ ચાર સંભાળતા જે જે વિસ્તારોમાં દારૂ વેચાઈ રહ્યું છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ “ભોડા” ની ડિમાન્ડ વધી છે.
જાણો ” ભોડા “શબ્દનો અર્થ
ભોડા શબ્દનો અર્થ એવી રીતે જાણવા મળી રહ્યું છે કે કે જે જગ્યાએ બુટલેગરોના દેશી દારૂ કે વિદેશી દારૂ ના અડ્ડા ચાલતા હોય છે ત્યારે કામગીરી બતાડવા માટે તેમનો પ્રાઇવેટ એક માણસને હાજર કરવામાં આવે છે. જેના પર નાના 5 લીટર કે 10 લીટર ના કેસ બનાવવામાં આવે છે. તેને બુટલેગરની ભાષામાં “ભોડો” કહેવામાં આવે છે.જેમાં કારીગર થી લઇને દારૂ પીવા આવનાર કે પછી ફૂટપાથ પર રેહનાર પણ હોય છે.જેને બુટલેગર 15૦૦ સુધીનો ચાર્જ ચૂકવવામાં આવતું હોય છે.