જમાલપુરના બિલ્ડર માસુમખાન દ્વારા જમીલા મેનપુર વાલા ગેંગ સામે ફરિયાદ કર્યા બાદ અમારા દ્વારા 20 થી વધુ ખંડણી ભરી ચૂકેલા પરિવારોનું નામજોગ વિડીયો બનાવવામાં આવ્યું હતું. જેમાંથી વધુ એક બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે.જમાલપુરમાં રહેતા યુવકને મકાન રીનોવેશન કરવા માટે ખંડણીખોરોએ રૂપિયા ૨ લાખની માંગ કરી બળજબરી પૂર્વકયુવક પાસેથી રૂપિયા ૧.૩૮લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે તે ખંડણીખોર પરિવારના ચાર સભ્યો વિરૂદ્ધ ગત ૨૦જુલાઈના રોજ પણ માસુમ ખાન નામના બિલ્ડરે ખંડણી ઉઘરાવી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધાવી હોવા છતાં આ પરિવારને પોલીસ પકડનો ડરનારહ્યો હોય તેમ વિસ્તારમાં આતંક મચાવવાનું ચાલુ રાખ્યું છે. જમાલપુરમાં ૨હેતા મહેમુદભાઈમકરાણી જમીનલે-વેચનું કામ કરેછે. ગત ડીસેમ્બર માસમા યુવકે ખારાવાળા ડેલામાં આવેલ પોતાના મકાનનું રીનોવેશનનું કામ શરૂ કર્યું હતું. તે દરમિયાન છીપાવાડમાં રહેતી જમીલા મેનપુરવાલા અને તેનો પતિ હારૂન મેનપુરવાલા અને દીકરો | સોહેલ ઉર્ફે પોપટે કીસકી પરમિશન લે કે તુને યે કામ ચાલુ કિયા હૈ, હમારે ઈલાકે મેં કામ કરના હૈ તો હપ્તા દેના પડેગા વરના હમ તુમ્હારા કામનીં હોને દેંગે’ તેવી ધમકી આપી યુવક પાસેથી રૂપિયા ૨ લાખની ખંડણી માંગી હતી. યુવકે તે સમયે ૨૫ હજાર આપી દીધા હતા. ત્યારબાદ પણ જમીલાએ દીકરી મીસ્બાહ અને દીકરા વસીમસાથે મળી ધાક ધમકી આપી યુવક પાસેથી ટૂકડે ટૂકડેકુલ રૂપિયા ૧.૩૮લાખબળજબરી પૂર્વક પડાવ્યા હતા. જેથી કંટાળીને યુવકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી રહી છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા સંચાલિત જમીલા મેનપુર વાલા ગેંગની ધરપકડ કરી છે. એક સમયમાં લોકોમાં ડર ગુસાવતી જમાલપુરમાંથી ખંડણી ઉઘરાવતી આ જમીલા ગેંગ જે અમદાવાદ છોડીને ભાગી રહી હતી પરંતુ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધી. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં 20 થી વધુ પરિવાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે .