Ahmedabad : journalist Auzef/Aabeda pathan જમાલપુર કોંગ્રેસમાં ધમાસણ જોવાઈ રહ્યું છે એક રાજકીય પાર્ટીના 4 કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાય તો કોઈ નવાઈ નહીં!
વર્ષ 2017 ની ચૂંટણીમાં જમાલપુર ખાડીયા વિધાનસભા થી ઉમેદવાર સાબીર કાબલીવાલાને કોંગ્રેસ પાર્ટી એ વિધાનસભામાંની ટીકીટ ન આપી. ઈમરાન ખેડાવાલા (અપક્ષ મ્યુનિસિપલ કાઉન્સિલરને) કોંગ્રેસના ઉમેદવાર બનાવી આડકતરી રીતે સાબીર કાબલિવાલા રાજકારણ પર પૂર્ણવિરામ કરી દીધું હતું.
પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે અન્યાય સાબીરકાબલીવાલા સાથે થયો હતો તેના વિરોધમાં સાબીર કાબલીવાલાએ 2020 ના નવેમ્બર ડિસેમ્બર મહિનામાં AIMIM ઓવેસી ની પાર્ટી ગુજરાતમાં લાવી મુસ્લિમ મતોનું તૃષ્ટિકરણ કરવાની કામગીરી કરી હતી.જેમાં જમાલપુર વિસ્તારમાં પોતાની પેનલ ઉતારી જેથી કૉંગ્રેસની પેનલને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2022 માં વિધાનસભા ચૂંટણીમાં સાબિર કાબલીવાલા AIMIM થી ઉમેદવાર નોંધાવી અને માત્ર 16500 મત લાવી કૉંગ્રેસની સામે કારમી હાર નો સામનો કરવો પડ્યો. સાબીર કાબલીવાલા કે જેઓએ વિધાનસભાની ચૂંટણીમાં સૂત્રોને મળેલ માહિતી પ્રમાણે 1 કરોડ ૫૦ લાખથી વધુની રકમ ખર્ચ કરી દીધી. તેમજ જમાલપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ કામગીરી ન કરતા સાબિર કાબલીવાલા જીતી શક્યા નહીં તેવું સાબરકાંબલીવાલા નું માનવું હતું.તેવું અંદરના સૂત્રોનું કહેવું છે.
હવે વર્ષ 2023 માં AIMIM માંથી વિજય થયેલા 4 કાઉન્સિલર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉચ્ચ કોટિના નેતા સાથે અઠવાડિયા પેહલા તેમના ઘરે જઈને રૂબરૂ મુલાકાત લેતા રાજકારણ ઘરમાંયું છે.
એવા લગાવવામાં આવી રહ્યા છે કે આવનાર દિવસમાં આ ચાર કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાશે, સામે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય તથા તેમના કાર્યકર્તાઓ આ ચાર કાઉન્સિલર ને કોંગ્રેસમાં ન લેવા જોઈએ તેવી રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ને રજૂઆત કરીને આવનાર દિવસોમાં વિરોધ કરશે.
હવે તો જોવાનું એ રહેશે કે મૂળ કોંગ્રેસી એવા કાર્યકર્તા અને નેતાઓનું કોંગ્રેસ પક્ષમાં શું થશે ?