Ahmedabad : અમદાવાદમાં જમાલપુર વિસ્તારના એન્જલ ડેવલોપર્સની ઓફિસ ધરાવતા બિલ્ડર માસુમખાન દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ખંડણીખોર મહિલા સંચાલિત ગેંગ જમીલા મેનપુર વાલા સહિતના ઉપર ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ થી આ ગેંગ ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ અમદાવાદ નામદાર સેશન કોર્ટ દ્વારા પણ આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે. The power of Truth news પાસે પણ ઘણા બધા સીસીટીવી ,રેકોર્ડિંગ, ઉપરાંત ઘણા પિડિત લોકોને પણ સંપર્ક કરીને પોતાની વેદનાઓ જણાવી હતી.
આ ગેંગ હાલ મુંબઈમાં વોન્ટેડી કાપી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ,નેતાઓ નામ વટાવી લોકો પર દમન કરતી આ ગેંગ હાલ અમદાવાદ છોડીને ભાગી ગઈ છે.
સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે આજરોજ આ ગેંગના ઘરે જમાલપુર પાંચ પીપળી છીપાવાડ ખારા વાલા ડેલા ખાતે ટોરેન્ટ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને જેના અંદર મેમો પણ બનાવવામાં આવ્યું છે તેવું એક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગાયકવાડ હવેલી પોલીસ એ તો પોતાના સૂત્રો ગતિમાન કર્યા છે. પરંતુ જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે જો આ તપાસ જાય તો ઘણી વિગતો બહાર આવી શકે છે.
The power of truth શરૂઆતથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો આ ગેંગની ચલાવી રહ્યું તેથી The power of Truth ના પત્રકારોને પણ આ ન ચલાવવા માટે ઘણા વચેટીયાઓ દબાણ કરવા મોકલવામાં આવ્યા છે. તેથી પત્રકારને પણ જાનનો ખતરો છે.