• Mon. Sep 16th, 2024

Ahmedabad:9 પિસ્ટલ, મેગઝીન સાથે ક્રાઈમ બ્રાન્ચે પઠાણ બ્રધર્સની ધરપકડ કરી

Bythepoweroftruth

Aug 15, 2023

Ahmedabad :દરિયાપુર અને કાલપુરમાં ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે પોલીસે 9 પિસ્તોલ, ૧૭ કારતૂસ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.દરિયાપુર અને કાલુપુરમાં રવિવારે રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી આધારે પોલીસે અસલમખાન પઠાણને બે પિસ્ટલ અને એક દેશી તમંચો સાથે ઝડપી પાડ્યો હતો. આ હથિયાર તેને જુહાપુરામાં રહેતો એક શખ્સ આપી ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બનાવમાં દરિયાપુર પાસેથી રફીક અહેમદ શેખ નામના વોન્ટેડ આરોપીને ૩ પિસ્ટલ, બે મેઝિન અને છ કારતૂસ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આ હથિયાર તે જુહાપુરામાં રહેતા સાહિદખાન પઠાણ અને અસલમખાન પઠાણ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું, જ્યારે આ હથિયાર કોઈ ગુનાને અંજામ આપવા લાવ્યા હોય તેવી આશંકાને લઇને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,