Ahmedabad :
અમદાવાદમાં જમાલપુરમાં વ્યવસાય કરવો હોય તો એક લાખ આપવા પડશે તમને જાણીને નવાઈ લાગશે.
અમદાવાદના જમાલપુરમાં વેપારીઓ, બિલ્ડર લોબી હોય કે સ્થાનિક લોકો હોય પરંતુ તમારે ધંધો કરવો હોય તો પૈસા આપવા પળે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ધંધો કરવો હોય તો રૂપિયા આપવા નહીતર AMC માં અરજીઓ કરી મકાનો તોડાવી નાખવાની તથા પરિવારના સભ્યોને મરાવી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જમાલપુરમાં વેસ્યસભા પાસે રહેતા અને એન્જલ ડેવલપર્સના નામે ઓફિસ ધરાવીને બિલ્ડિંગ મટીરીયલ અને બિલ્ડર નું વ્યવસાય ધરાવતા માસુમ ખાન પઠાણએ પાચપીપળી ખાતે રેહતા ઝમિલા મેનપુરવાલા સહિત 4 સામે ફરિયાદ નોધાવી છે.જેમાં આરોપીઓ વેપારીઓને ધમકી આપીને તેઓ પાસે રૂપિયા ઉઘરાવી ધાક જમાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપી ઝમીલા મેનપુરવાલા તેનો દીકરો સહિતનાઓ બિલ્ડર માસુમખાન ની ઓફિસે આવીને વિસ્તારમાં ધંધો કરવો હોય તો એક લાખ ની માંગણી કરતા હતા.જો રૂપિયા ન આપો તો બિલ્ડિંગ તોડાવી નાખવાની ધમકી અને જો પૈસા ના આપો તો પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી.
તે ઉપરાંત જમાલપુરમાં ગણા એવા વેપારીઓ,રેહવસીઓ છે જેમની પાસે પૈસા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.અગાઉ પણ એક જુગારધામ સંચાલક પાસેથી પણ પ્રોટેકંસન મનીની માંગણીમાં પણ વચ્ચે બીજા એક વર્ચસ્વ ધરાવતા વ્યકતિ સાથે પણ પૈસા માંગ્યા હતા .