Ahmedabad: અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ડિમોલિશનના મુદ્દે સિનિયર એડવોકેટ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના ગુજરાત રાજ્યના ચેરમેન નીશીત સિંગાપુરવાલા જણાવે છે કે AMC ની એસ્ટેટ ખાતાની નીતી ગેરવ્યાજબી છે.7 માળ બની જાય ત્યાં સુધી વારંવાર નોટિસ અપાય છે.
બીજી બાજુ અમદાવાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટીનું દરરજો અપાવવામાં અમદાવાદ નો મોખરે રેહતો વિસ્તાર વધુમાં વધુ હેરિટેજ મકાનો છે. તેઓ ઐતિહાસિક વારસો ધરાવતો વિસ્તાર ખાડીયામાં પણ રેસીડેન્સ ઝોનમાં હેરિટેજ મકાનો તોડી બિનઅધિકૃત રીતે કોમર્શિયલ હેતુમાં બાંધકામ કરી ફેરવવાનો GDCR,GPMC એક હેઠળના અમુક રુલ્સ રેગ્યુલેશન હેઠળ ખોટી રજૂઆતો કરી રેસીડેન્સ પ્લાન રજૂ કરી કોમર્શિયલમાં તબદીલ કરવાનો એક મોટું ષડયંત્ર ચાલે છે.
સવાલ ત્યાં ઊભા થાય છે આવા બાંઘકામ અંગે એસ્ટેટ ખાતાની નજર કેમ નથી પડતી ?
ખાડિયાના સ્થાનિક લોકો ટ્રાફિક અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિ હેરાન પરેશાન છે.તે બાબતે જાગૃત નાગરિક અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે. છતા પણ અમુક વિસ્તારને પ્લોટ બનાવી રહેઠાણ જેવા હેતુસરના બિલ્ડીંગ તોડી પાડવામાં આવી રહ્યા છે તે કેટલા અંશે વ્યાજબી ગણાય?