Ahmedabad: માણેકચોક વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી શેરડીનો સંચો લગાડનાર સેતાનસિંહ જેણે વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજ ન ચૂકવતા તેને તેની જગ્યા ઉપર શેરડીનો સંચો લગાડવા દેવામાં આવતું નથી.તેને માનસિક અને શારીરિક ત્રાસ પણ અગાઉ આપવામાં આવેલ છે. આ વ્યાજખોર ના ત્રાસથી શેતાનસિંહ એ આત્મહત્યા કરવાની કોશીસ કરી હતી. અગાઉ પણ જ્યારે અરજી કરી હતી ત્યારે ખાડિયાના વહીવટદાર એકવાર ડરાવીને સમાધાન કરાવી દેવાયું હતું.જેની અરજી ગૃહ મંત્રાલય ગાંધીનગર ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પણ કરી હતી.
જે વાતને લઈને ખાડીયા પોલીસ સ્ટેશન ગયા ત્યારે ત્યાંના પીઆઇ સાહેબના બહાર બેસેલા એક કોન્સ્ટેબલે પીઆઇ પર્સનલને મળવાનું જણાવ્યું.ત્યારે પત્રકાર જ્યારે pi પર્સનલને વાત કરે છે ત્યારે આમ નહીં આમ ઊભા રહેવાનું, તમારા લેટરપેડ ઉપર નથી લખીને આપવાનું, તમે વચ્ચે પડનાર કોણ છો ?, ગૃહ મંત્રાલયમાં જાઓ કે cp સાહેબ પાસે જાઓ જ્યાં જવું હોય ત્યાં જાઓ તેવી વાત કરવા લાગ્યા હતા. તે ઉપરાંત ત્યાંના ફેમસ એવા ધર્મેશ ભરવાડ નું નામ લેતા ગુસ્સે ભરાઈને ગુસ્સો ઉતારવા લાગ્યા હતા. જો એક પત્રકાર પીડીતને લઈને જાય તો આ હાલત હોય છે તો સામાન્ય વ્યક્તિ શું હાલત થાય તે પણ એક સવાલ છે ? જ્યારે બીજા કોન્સ્ટેબલ હતો તેમણ ત્યાં સુધી કીધું કે આ તો ગુંડાઓ માટે પોલીસ સ્ટેશન છે, તો આવો જ વર્તન અમદાવાદ પોલીસના કેટલાક પોલીસકર્મીઓ કરતા રહેશે તો લોકો શું આશા રાખીને પોલીસને રજૂઆત કરવા જશે !
કાલે ગાંધીનગર ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ ફરી એકવાર રજૂઆત કરવામાં આવશે. કે ખાડીયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને શિસ્ત શીખવાડવામાં આવે, ગુનેગારોની ભાષા નહિ પરંતુ સામાન્ય ભાષા ની વાત કરતા શીખવાડવામાં આવે.