Aabeda pathan : અમદાવાદમાં દિવસે દિવસે કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ પોલીસ પણ અસમાજીક તત્વો સામે લાલ આંખ કરી રહી છે.અમદાવાદનું જુહાપુરામાં મુંબઈ અંડરવર્લ્ડ ની જેમ વર્ચસ્વ માટેની લડાઈઓ અને ફાયરિંગના બનાવોથી સામાન્ય પ્રજામાં ડરનો માહોલ જોવાઈ રહ્યો છે. અમુક મોટા માથા જેલમાં છે.અમુક બહાર છે. પરંતુ નવા યુવા પેઢીના યુવકો જે હાલ પોતાના વર્ચસ્વ માટે તાંડવ મચાવતા હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં જુહાપુરા સરખેજ ખુબ વિવાદમાં આવી રહ્યું છે. નશા કારક વસ્તુ, ફાયરિંગ, છરી મારવી, ખંડણી જેવા બનાવો થઈ રહયા છે.ત્યારે આજથી બે દિવસ પેહલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 45 વધુ અસમાજીક તત્વોને રાઉન્ડ અપ કર્યા હતા.ત્યારેજ 22 લાખનું MD ડ્રગ્સ માં પણ સરખેજના તાર ખુલ્યા છે.
જુહાપુરામાં આવેલ સંકલિતનગરમાં વર્ચસ્વ માટે ની લડાઈ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.થોડા દિવસ પેહલા એક કોલ્ડ વોરમાં એક મહિલા પર 4 રાઉન્ડ ફાયરિંગ થયા હતા.જેમાં હમણાં સુધી આરોપીઓ ફરાર છે. આજે ફરી એક વાર જુહાપુરાના પચી નામના યુવકને ફાયરિંગની ધમકી wahtsapp કૉલ પર મળી હોવાની વાત વેહતી થઈ છે.વેજલપુરના વોન્ટેડ આરોપીઓ દ્વારા ધમકી આપી હોવાની વાત જાણવા મળી રહી છે.