Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુહાપુરામાં ગુનેગારો અને અસમાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ તત્વો સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે.
અમદાવાદમાં જુહાપુરા સરખેજ વિસ્તારમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફાયરિંગ થી લઈને ગેંગવોરના બનાવો સામે આવ્યા છે.તે ઉપરાંત અવારનવાર જુહાપુરા નું સંકલિત નગર અસમાજીક પ્રવૃતિ લઈને દરેક વસ્તુમાં ગુનેગારો બેફામ બન્યા છે.
સૂત્રો ના જણાવ્યાં અનુસાર ગઈ કાલ રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.જેમાં જુદી જુદી ગેંગ બનાવી ઉપરાંત અસમાજીક પ્રવૃતિ સાથે સંકડાયેલ 4૦ થી વધુ લોકોને રાઉન્ડપ કર્યા હતા.DCP ક્રાઈમ બ્રાન્ચ ચેતન્ય માંડલિકની આ પ્રશંસનીય કામગીરીથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.