Ahmedabad :અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓ પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોઈ તેમ બેફામ બન્યા છે ત્યારે શહેરમાં ૨૦૨૩ માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ફાયરિંગ કરવાના ઘણા બનાવો જુદા જુદા વિસ્તારમાં બન્યા છે.
૧)જુહાપુરા માં સંકલિત નગરમાં મહિલા પર 4 રાઉન્ડ ફાયરિંગ ૨)સરખેજમાં તાજપીરના ટેકરા પાસે સલમાન ના ઘરે ફાયરિંગ
૩) રખિયાલ ગોમતીપુરમાં પણ લગ્ન પ્રસંગમાં એક ફાયરિંગનું બનાવ (૪) બાપનો બગીચો કેફે પર ફાયરિંગ નો બનાવ (૫) જમાલપુરમાં ફાયરિંગ કરી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવામાં આવ્યો (૬) રામોલમાં દતા પાઉલે ઉર્ફે ઝિશાન કરી ફાયરિંગ
આમ અમદાવાદમાં ફાયરિંગ કરવું એક મામુલી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને દિવસે દિવસે અસમાજી તત્વો જે લોકોમાં ભયનો માહોલ ઊભો કરતા હોય તેવું લાગી રહ્યું છે.