Ahmedabad: અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં દિવસે દિવસે નશાખોરો હવે ચોરીના રવાડે ચડ્યા છે.જમાલપુરમાં 6 એવા પોઇન્ટ છે કે જે નસેડીઓનો ખાસ જગયા બની ગઈ છે.
અમદાવાદમાં જમાલપુર કાચ ની મસ્જિદ અને ગાજીપીર વિસ્તારમાં ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના દિવસે ચોરીની કથીત વાતો વેહતી હતી.જે હવે CCTV માં કેદ થઈ છે.
ચોરી નો બનાવ ૧
૩૧ ડિસેમ્બરના રાત્રે 4 વાગ્યે AC નું કામ કરતા રફીક બલ્લુવાલાના ત્યાં રાત્રે Corex ગેંગ રીક્ષામાં AC ઉપાડી ગઈ હતી.તે સમયે એક વ્યક્તિએ રોકવાની કોશીસ કરી હતી.તમામ ચોરી કરનાર શંકાસ્મદ COREX ગેંગના સભ્યો છે.તે નશો કરતા હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.રફીક બલુંવાલાના ત્યાંથી અગાઉ પણ ચોરી આ ગેંગ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ચોરીનો બનાવ 2
જમાલપુર કાચ ની મસ્જિદ સેદુ સૈયદ બાવાની દરગાહ પાસે રેહતા વ્યક્તિના Pampers ના 7 કાર્ટૂન ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોડસ ઓપરેન્ડી
આ ગેંગ જે રીક્ષા લઈને ફરે છે જેની નંબર પ્લેટ વાળી દીધેલ છે.
જો ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા ઊંડાણમાં તપાસ કરવામાં આવે ગણા ચોરીના કેસ બહાર આવી શકે છે.https://youtu.be/nh5a3NSAJ9U જુઓ વિડિયો