જમાલપુરમાં તું દિકરીને કેમ અહીંયા લઇને આવી છે તેમ કહીને પત્ની અને દિકરીને ઘરમાંથી કાઢી મૂકીને પતિએ ત્રિપલ તલાક આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે પરિણીતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પતિ મોહંમદ સોએબ,હિના, સુફિયા, ફેજ મોહમ્મદ કુરેશી સહિત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. જમાલપુર વિસ્તારમાં મુબસસીરા કુરેશીના લગ્ન ખમાસા પાસે રહેતા મોહમદસોએબ સાથે વર્ષ ને ૨૦૨૧ના ઓક્ટોમ્બર મહિનામાં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન મુબસસીરાએ એક દિકરીને જન્મ જે આપ્યો હતો. લગ્નના બે મહિના બાદ સાસરીયાઓ અવાર નવાર ને ઘરકામ મામલે મ્હેણાટોણા મારીને ઝઘડો કરતા હતા. જો કે, મુબસસીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના પિયરમાં કરી હતી.