.
દાણીલીમડામાં રેહતા પરણીતાના પતિનું જુલાઈ માસમાં હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરણીતાને બીજા લગ્ન કરી લેવાના ઘરમાંથી પોતાના બાળકને લઈને જતા રહેવાથી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું સાસરીયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે અને બાળકોને ઉપાડી લેવાની પણ ધમકી એક માથાભારે વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે.જેને લઇને મહિલાએ અગાઉ એક વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ મારિયા ફાઉન્ડેશનના મહિલા કાર્યકરતા ફરીદા ઘાચી નું સંપર્ક કર્યો હતો. ગુરુવાર ના રોજ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
અરણીદાના લગ્ન વર્ષ 2012માં દાણીલીમડામાં રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા. તેઓ પોતાના પરિવાર અને ૩ બાળકો સાથે જુદા રહેતા હતા. તેના પતિને હૃદય રૂપનો હુમલો આવતા મૃત્યુ થયું હતું ત્યારબાદ થોડાક સમયમાં સાસરીયા પક્ષ દ્વારા હજી સુધી તું ઘર કેમ ખાલી નથી કરતી? બીજા લગ્ન કરીને, તેવા ટોના મારીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.
તેમજ સાસુ દ્વારા માર મારતા હોવાનું અને દિયર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાની પણ વાત બહાર આવી છે.
સાસરિયાંઓ દ્વારા પરણીતાના પતિની સંપત્તિ કબજે કરી લીધી છે ગાડીઓ પણ લઈ લીધી હોવાનું ભાગ પડતી મિલકત પણ આપવાની ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
પરણીતા એ મીડિયાના માધ્યમથી ત્યાં સુધી જણાવ્યું કે એક માથાભારે વ્યક્તિ દ્વારા પણ તેને ધમકી મળી રહી છે. દાણીલીમડા પોલીસમાં પણ ખૂબ જ મોટા પાયા પર સેટિંગ હોવાનું જણાવી રહી છે. માંથાભારે વ્યક્તિ દ્વારા તેના બાળકોને ઉપાડી લઈ જવાની વાત આવતી હોવાથી તેણે નામ આપવાનું પણ ઇનકાર કર્યો છે અને તેને બીક લાગી રહી હોવાનું જણાવ્યું છે. છેલ્લે ન્યાય નહીં મળે તો આત્મહત્યાનું પગલું ભરવાનું જણાવી રહી છે. પરણીતા એ તેણીના સાસુ, સસરા ,જેઠ , દિયર, નણંદ વિરુદ્ધ દળેલી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.https://youtu.be/QAhj84iAC_Q