ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે પગલા લેવા મહે.ડી.જી.પી.સા.શ્રીનાઓની સુચનાથી તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીની ડ્રાઇવ ચાલુ છે. જે ડ્રાઇવ અનુસંધાને મહે.પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ઝોન-૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, “ડી” ડીવીઝનનાઓની સુચનાથી અત્રેના કાલુપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વ્યાજખોર ઇસમનો ભોગ બનેલ વ્યક્તિઓને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવેલ હોય અને ગઇ ત.૨૦/૦૧/૨૦૨૩ ના રોજ ફરીયાદીશ્રી પ્રીયંક યોગેશકુમાર ડબગર, ઉ.વ.૩૧, રહે.મ.નં.૭૦૮, છીપા પોળ, ડબગરવાડ પોલીસ ચોકી સામે, સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ શહેરનાઓએ સામાવાળા નામે રાકેશકુમાર ગોવિંદલાલ ઠાકર ઉ.વ.૫૧, રહે.મ.નં.૭૧૬, છીપાપોળ, સ્વામિનારાયણ મંદિર રોડ, ડબગરવાડ, કાલુપુર, અમદાવાદ શહેરનાઓના વિરૂધ્ધમાં ફરીયાદ આપતા જણાવેલ કે, ગઇ તા.૧૪/૦૮/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાનમાં આ કામના ફરીયાદીશ્રીએ આરોપી રાકેશભાઇ ગોવિંદલાલ ઠાકરનાઓ પાસેથી રૂ.૩,૫૦,૦૦૦/- ત્રણ ટકા વ્યાજે લીધેલ હોય અને તેઓએ ફરી.શ્રીને વ્યાજ કાપી રૂપિયા આપેલ હોય તેમજ આ રૂપિયા પૈકી ફરી.શ્રીએ તેઓને રૂ.૩,૦૦૦,૦૦/- ચુકવી આપેલ હોવા છતા તેઓએ આ રકમ ઉપર પેનલ્ટી તથા વધુ વ્યાજ ગણી ફરી.શ્રીની એક્સેસ સ્કુટર તથા અલ્ટો કાર લઇ જઇ અવારનવાર ફરી.શ્રી પાસે પેનલ્ટી તથા ભારે વ્યાજ ગણી બીજા રૂપિયા દસ લાખની માંગણી કરી બોલાચાલી ઝઘડો, ગાળાગળી કરી જો તુ રૂપિયા નહીં આપે તો તને જાનથી મારી નાંખીશ અને તારૂ મકાન પડાવી લઇશ તેવી ફરી.શ્રીને ધમકી આપેલ હોય. જે ફરીયાદીશ્રીની ફરીયાદ હકિકત આધારે કાલુપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટ-એ ૧૧૧૯૧૦૨૬૨૩૦૦૨૫/૨૩ ધી ઇ.પી.કો. કલમ-૩૮૪, ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનાર અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૫, ૩૩(૩), ૪૦(૧), ૪૨(૬), ૪૨(ઘ) મુજબનો ગુનોનોંધી પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.વી.પટેલ સર્વે.સ્કોડનાઓએ આ કામના આરોપી રાકેશકુમાર ગોવિંદલાલ ઠાકરનાને તા.૨૦/૦૧/૨૦૨૩ ના કલાક-૧૬/૩૦ વાગ્યે અટક કરી તેની પાસેથી ફરીયાદીશ્રીની સુઝુકી કંપનીની એક્સેસ ૧૨૫ ટુ વ્હીકલ સ્કુટર જેનો આર.ટી.ઓ. નં.GJ-01-VQ-4002 તથા મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ફોર વ્હીકલ ગાડી જેનો આર.ટી.ઓ.નં.GJ-01-WD-4358 તથા ઓપ્પો કંપનીનો રેનો ૬ પ્રો મોડલનો મોબાઇલ ફોન તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.