Ahmedabad: ફરી એકવાર જુહાપુરા વેજલપુર વિસ્તારમાં શિવા મહલિંગમ ગેંગ એક્ટિવ થઈ છે.સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર જુહાપુરામાં જેલમાંથી બહાર આવનાર એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા છે.
તે ઉપરાંત કોટ વિસ્તારમાં રહેતા 3 અલગ અલગ લોકોની ઉઠામણી કરીને તેમની માથે બંદૂક મૂકી 1૦ લાખ એક વ્યક્તિ પાસેથી 2 લાખ ની માંગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ગણા લોકોને ઉપાડી લઈ જઈને પૈસા પડાવ્યા હોવાની માહીતી પ્રાપ્ત થઈ છે. જ્યારે ગણા લોકોને માર મારવામાં આવ્યો છે.
આજથી બે મહિના પેહલા પણ જુહાપુરામાં એક જગયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.તેવી કથીત વાત પણ સૂત્રોએ જણાવી છે.