જુહાપુરા ફતેવાડી કેનાલ પાછળના વિસ્તારની શિવા મહાલિંગમ ગેંગ જે ફતેવાડી સુધી સીમિત હતી. હવે તે ગેંગનો ત્રાસ કોટ વિસ્તારના બાર દરવાજા સુધી ત્રાસ મચાવતી હોય તેવું જાણવા મળી રહ્યું છે.વિશ્વાસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ગેંગ અસામાજિક પ્રવૃત્તિ ના ધંધા સાથે સંકળાયેલા ઉપરાંત જેલમાંથી છૂટીને આવનાર NDPS ના આરોપીઓને ખૂબ જ ટાર્ગેટ કરતી હોય એવું જાણવા મળી રહ્યું છે.ભોગ બનનાર પટવા શેરી નો વ્યક્તિ જણાવે છે તેના નાનાભાઈ અને તેના ફોઈ નો દીકરો જે જમાલપુરનો છે તેમને વિશાલા સર્કલ પાસે બોલાવીને ઉઠામણી કરી લીધી હતી. ત્યારબાદ ગંભીર માર મારવામાં આવ્યો હતો. તે ઉપરાંત લમણે બંદૂક મૂકીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ તેના ભાઈને માહિતી મળતા તે પણ ફતેવાડી ખાતે પહોંચ્યા હતા ત્યાં તેમના ઉપર પણ હથિયાર મૂકીને ડરાવવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો. પીડિત વ્યક્તિ જણાવે છે કે તેને જંપરની પાઇપો વડે માર મારવામાં આવ્યો છે.તેને મગજ પર એટલી ફેંટો મારવામાં આવી છે કે તે હાલ જમી શકતો નથી. પૈસાની વધુ માંગણી હોવાના કારણે પૈસાનો ચૂકવી શકતા તેમને ગંભીર મારવામાં આવ્યો હતો.પીડિત જણાવે છે કે તે સ્થળ પર ફકત ત્રણ મકાન છે. 7 થી 8 ફોરવીલર આ ગેંગ ધરાવે છે.1૦૦ થી વધુ માણસો આ ગેંગના સભ્યો છે તેવું જાણવા મળી રહ્યુ છે.
journalist Auzef/journalist Aabeda pathan