Ahmedabad :સરખેજમાં ધંધાની લેતી-દેતી અંગે પાંચ શખ્સોએ યુવકના ઘર પાસે જઇ ઘરના કમ્પાઉન્ડમાં જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડ્યા બાદ ધાકધમકી આપીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સરખેજના તજપિર ટેકરા પાસે રહેતા સરફરાજખાન પઠાણનો દીકરો સલમાન ડિજિટલ કરન્સીનો ધંધો કરતો હોવાથી ધંધાની લેતી-દેતી બાબતે શિવા મહાલિંગમ ગેંગના કથિત એવા મુદસરખાન મનસુરખાન પઠાણ સાથે મનદુખ થતાં તે સલમાનને વારંવાર ધમકી આપતો હતો.બુધવારે વહેલી સવારે પાંચ અજાણ્યા શખ્સોએ સલમાનના ઘર પાસે આવી, ગાળો બોલી જ્વલનશીલ પદાર્થ ઘરના કંપાઉન્ડમાં નાખીને આગ લગાવી પાંચેયે ધમકી આપી રિવોલ્વરથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કર્યું હતું. આ અંગે સરખેજ પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જેમાં તપાસ દરમિયાન 7 લોકોની ધરપકડ થઈ છે.
સરખેજ પોલીસ સ્ટેશનની ઉભેલા આ સાતે આરોપીઓ નામ જાવેદ ખાન ઉર્ફે ઠાકરે પઠાણ , મહમંદ સુફિયાન ઉર્ફે અરકાન શેખ , સાહિલ સૈયદ , આશિષ પટેલ , શોએબ શેખ , સમિરખાન ચૌહાણ અને લાલુસિંઘ રઘુવંશી છે…આરોપીઓ એ ૨૫ જાન્યુઆરી વહેલી સવારે તાજપિર ના ટેકરા પાસે ફરિયાદી સરફરાજ ખાન પઠાણ પર ફાયરિંગ કર્યા બાદ ઘર સળગાવવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે સીસીટીવી આધારે તપાસ કરતા તમામ આરોપીઓ ને ઝડપી પાડયા છે.
ગુનાની વિગતવાર જો વાત કરીએ તો ફરિયાદી સરફરાજ ખાન પઠાણ નો દીકરો સલમાન અને આરોપી મુદ્દસર ખાન પઠાણ છેલ્લા એક વર્ષથી યુ.એસ.ડી.ટી. નો સાથે ધંધો કરતા હતા. 14 કરોડ રૂપિયાની લેતી દેતી માં ફરિયાદી અને આરોપી વચ્ચે છેલ્લા 8 મહિનાથી બબાલ ચાલી રહી હતી. ૨૫ તારીખે વહેલી સવારે આરોપી એ ૧૦ થી ૧૨ જેટલા સાગરીતો સાથે મળીને ફરિયાદી ના ઘર પર જ્વલનશીલ પદાર્થ નાખીને ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો…અને ત્યાર બાદ ફરિયાદી બહાર આવતા ફરિયાદી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે બદુક માંથી નીકળેલી ગોળી ફરિયાદી પર નહિ પરંતુ દીવાલ પર અથળાઈ હતી. ફરિયાદી એ ઘટના ની જાણ સરખેજ પોલીસ ને કરતા ઉચ્ચ અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને સીસીટીવી તપાસ કરતા આ તમામ આરોપીઓ સીસીટીવી કેદ થયેલા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ કરતા ૧૧ આરોપીઓ માંથી ૭ આરોપીઓ ને ઝડપી પાડી ગુના માં વપરાયેલ પિસ્તોલ પણ કબ્જે કરી છે…પકડાયેલ સાત આરોપીઓ પૈકી ચાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ ને કોર્ટ માં રજુ કરતા રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે ૧૦ દિવસ ના રિમાન્ડ મંજૂરી આપી છે…જોકે આ સમગ્ર કેસ માં મુખ્ય આરોપી મુદદસરખાન પઠાણ સહિત ચાર આરોપીઓ વોન્ટેડ છે..જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે..