Ahmedabad:
અમદાવાદ SOG દ્વારા એક બાજુ MD ડ્રગ્સ માફિયા પર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે.૨૫૦ થી વધુ MD ડ્રગ્સ માફિયા પકડાઈ ચૂક્યા છે.
ત્યારે ફરીથી અમદાવાદમાં એકવાર કથીત ડ્રગ્સ તોડકાંડ થયા હોવાનું ચર્ચામાં આવ્યું છે. આવું જ તોડકાંડ આજથી છ મહિના પહેલા MD ડ્રગ્સ કિંગના ત્યા પટવા શેરીમાં સર્ચ ઓપરેશન દરમિયાન ચેકીંગ કરવામાં આવી હતી . ત્યારે પણ 5 લાખનું કથીત તોડકાંડ થયું હતું.
સૂત્રો પાસેથી માહિતી મુજબ 13-1-22 સુરત થી અમદાવાદ બાપુનગર ખાતે એક ડ્રગ્સ કેરિયર દ્વારા 5૦ ગ્રામ MD ડ્રગ્સ લઈને આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે સમયે પટવા શેરીનો વસીમ બાપુનગર ખાતે 50 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાઈ ગયો હતો. સૂત્રો જણાવી રહ્યા છે કે તે માલ એક મોટા ડ્રગ્સ માફિયા ફેમિલી નું હતું.
આ તોડકાંડમાં MD ડ્રગ્સ માફિયા સાથે સુવાળા સંબંધ ધરાવતો લોક ચર્ચીત અમદાવાદ પોલીસ નો એક PSI એ લાખો રૂપિયામાં તોડ કરાયા હોવાનું લોકમુખે ચર્ચા થઈ રહી છે.
સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે દર અઠવાડિયે 500 ગ્રામ ડ્રગ્સ માફિયા ફેમેલીમા સુરતના કેરિયરો મારફતે ડ્રગ્સ આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ટુંક સમયમાં પાર્ટ 2 માં બહાર આવશે ઘણી માહિતીઓનો પર્દાફાશ.