અમદાવાદમાં અસમાજીક તત્વો બેફામ બન્યા છે.દિવસે દીવસે જુહાપુરામાં વર્ચસ્વ અને બે નંબરના ધંધાની મગજમારીમાં ગણી ગેંગ જેલ ભેગી થઈ છે.પરંતુ શિવા મહાલિંગમ અને મુદસર ખાન ગેંગ ફાયરીંગ નો બનાવ ઠંડો પડ્યો નથી ને ફરીથી જુહાપુરામાં બે ગ્રૂપનો ગેંગ વોર નો શિકાર પરિવારની મહિલા પર પણ ફાયરીંગ થયા છે.
જુહાપુરા સંકલિત નગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર અમદાવાદમાં થોડા સમય પહેલા મોઈન શેખ ઉર્ફે બોખા જે જેલમાંથી બહાર આવ્યા બાદ તેના સાથે ત્યાંના સ્થાનિક ફેજલ ખાન દ્વારા હાથ પગ ફેક્ચર કરી નાખવામાં આવ્યા હતા.જે કેસમાં ફૈઝલ વોન્ટેડ હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિ ના ધંધામાં બે ગ્રુપ વચ્ચે બબાલ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે.ગઈકાલ મોડીરાત્રીએ વાસુ નામના વ્યક્તિની સાસરીયા પક્ષના ઘરે તેની પત્ની પર પણ 4 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત સુલતાન ખાન ના ભત્રીજા ની સગાઈ પ્રસંગમાં પણ મોઈન અને વાસુ ત્યાં હોવાની માહિતી મળતાં ફાયરિંગ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જુહાપુરા એપીએમસી માર્કેટ પાસેના ફેઝલખાન, વાસિફ ખાન,આદિલ ગોગારી, ફેજલ ના માસી નો દીકરો અને પઠાણ ગ્રુપ દ્વારા ફાયરિંગ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત સૂત્રો દ્વારા એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ બંને જૂથ વચ્ચે દારૂ, ડ્રગ્સ ના ધંધાની જૂની અદાવત ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે.એક ગેંગ દારૂ તો બીજી ગેંગ ડ્રગ્સની પ્રવૃત્તિમાં લોકમુખે ચર્ચાઈ રહી છે.હાલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.