Ahmedabad :અમદાવાદમાં જુહાપુરા સંકલિત નગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર અમદાવાદમાં થોડા સમય પહેલા મોઈન શેખ ઉર્ફે બોખા જે જેલમાંથી બહાર આવ્યા બાદ તેના સાથે ત્યાંના સ્થાનિક બીજા જૂથ દ્વારા હાથ પગ ફેક્ચર કરી નાખવામાં આવ્યા હતા.ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિ ના ધંધામાં બે ગ્રુપ વચ્ચે બબાલ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે.ગઈકાલ મોડીરાત્રીએ વાસુ નામના વ્યક્તિની સાસરીયા પક્ષના ઘરે પણ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત એક સગાઈ પ્રસંગમાં પણ મોઈન અને વાસુ પર ફાયરિંગ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જુહાપુરા એપીએમસી માર્કેટ પાસેના એક પઠાણ ગ્રુપ દ્વારા ફાયરિંગ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત સૂત્રો દ્વારા એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ બંને જૂથ વચ્ચે દારૂના ધંધાની જૂની અદાવત ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે.