અમદાવાદમાં શિવામહાલિંગમ ગેંગનો આંતક:જમાલપુર, પટવાશેરી,મિરઝાપુરના યુવાનોની ઉઠામણી કરી, માર મારી પૈસા પડાવ્યા.ફરી એકવાર જુહાપુરા ,વેજલપુર, ફતેવાડી કેનાલ વિસ્તારમાં શિવા મહલિંગમ ગેંગ એક્ટિવ થઈ છે.સૂત્રો દ્વારા માહિતી મળી છે.સૂત્રો જણાવ્યા અનુસાર જુહાપુરામાં જેલમાંથી બહાર આવનાર એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા છે.તે ઉપરાંત કોટ વિસ્તારમાં રહેતા 3 અલગ અલગ લોકોની ઉઠામણી કરીને તેમની માથે બંદૂક મૂકી 1૦ લાખ એક વ્યક્તિ પાસેથી 2 લાખ ની માંગણી કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ગણા લોકોને ઉપાડી લઈ જઈને પૈસા પડાવ્યા હોવાની માહીતી પ્રાપ્ત થઈ છે. જ્યારે ગણા લોકોને માર મારવામાં આવ્યો છે.કોટ વિસ્તારમાં જમાલપુરનો એક યુવાન જે હાલ જેલમાંથી બહાર આવ્યો છે.તેને પણ રિયાઝ હોટલ ખાતેથી ઉપાડી લઇ જઇને માર મારવામાં આવ્યો હતો.તેવી સૂત્રોએ માહીતી આપી છે.2 લાખ રૂપિયા સુધી વસુલવામાં આવ્યા છે.તે ઉપરંત પટવાસેરીના બે અને મિરઝાપુર એક વ્યક્તિને પણ આ ગેંગ ના ઠેકા પર લઈ જઈ માર મારી પૈસાની માંગણી કરી છે.
journalist Auzef/journalist aabeda